GPSC દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા આવતીકાલે 20 એપ્રિલ, 2025ને રવિવારે યોજાનાર છે, જે રાજ્યભરના 21 જેટલા જિલ્લાઓમાં આયોજિત થશે અને અંદાજે 97,000 ઉમેદવારો પરીક્ષા આપશે.

GPSCએ પરીક્ષાના સુચારુ આયોજન માટે તમામ તૈયારી પૂર્ણ કરી છે અને ઉમેદવારો માટે જરૂરી સૂચનાઓ પણ તેમની અધિકૃત વેબસાઇટ પર મુકવામાં આવી છે. જે પણ ઉમેદવારો આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તેમને વિનંતી કે અજમાવવાનું કેન્દ્ર, પરીક્ષાનો સમય, માન્ય ઓળખપત્ર સાથે જવા વગેરે જેવી સૂચનાઓની વિગતો સારી રીતે વાંચી લેવી.

પરીક્ષા આપવા માટે કેટલાક નિયમો

  • પરીક્ષા માટે નિયમિત ઓળખપત્ર (આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરે) જરૂરી છે.
  • પરીક્ષા સ્થળ પર સમયસર (ઓછામાં ઓછું ૧ કલાક પહેલાં) પહોંચી જવું.
  • પ્રતિબંધિત સામગ્રી જેમ કે મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, કાગળ વગેરે લઈ જવાનું નહીં.
  • GPSC ની વેબસાઈટ પરથી તમારું હોલટિકિટ (Call Letter) ડાઉનલોડ કરી લેવામાં ભલામણ.

આ ખાસ વ્યવસ્થાઓ કરાઈ

GPSC દ્વારા આ વખતે પરીક્ષા માટે ખૂબ ઉત્તમ વ્યવસ્થા કરાઈ છે. આશરે 97,000 જેટલા ઉમેદવારોને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખ્યુ છે અને પરીક્ષા કેન્દ્રો પર હવે ઉમેદવારોને પરીક્ષા સમયથી 1 કલાક 45 મિનિટ પહેલાં પ્રવેશ આપવામાં આવશે, જે અગાઉના 30 મિનિટ કરતા ખૂબ ઉત્તમ વ્યવસ્થા છે.

આ નિર્ણયના કારણે તડકામાં ઊભા રહેવાનું ટળશે. ફ્રિસ્કિંગ અને ઓળખપત્ર ચકાસણી આરામથી થઈ શકશે. પરીક્ષાર્થીઓને શાંતિથી બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ રૂમ અને વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે, જે પણ માનવિય અભિગમ મુજબ ઉત્તમ વ્યવસ્થા છે.

આ પણ વાંચો..