Rajkot: રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે. છઠ્ઠા માળે આગ લાગતા ત્રણ માળના લોકો આગમાં ફસાયા છે. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર આ બિલ્ડીંગમાં હાઈ પ્રોફાઈલ સોની પરિવારના લોકો ફસાયા હોવાની વાત સામે આવી છે. જોકે, હાલ બચાવ કામગીરી હાથ ધરાઈ છે. તેમજ આ બિલ્ડીંગમાં 40થી વધુ લોકો ફસાયા હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં એકનું મોત થયું છે.
નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ પ્રાથમિક કારણ સામે આવ્યું નથી. આગ ઓલવાયા બાદ ફાયર અને પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.