પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- Horoscope: કેવા રહેશે 12 રાશિના જાતકોનો આજનો દિવસ, જાણો તમારું રાશિફળ
- SIAM : વિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ છે, નિકાસમાં આટલા ટકાનો વધારો થયો છે
- Multibagger Stocks : 1 વર્ષમાં 1976% વળતર, હવે કંપની 17 બોનસ શેર આપી રહી છે
- ‘કરણ Bigg Boss 18 નો વિજેતા નથી’, રજત દલાલના નિવેદનથી હંગામો મચી ગયો
- Pakistan ના સિંધ પ્રાંતમાં હિન્દુ મંત્રી પર હુમલો, પીએમ શાહબાઝ શરીફે આપ્યું આ નિવેદન