Saputara: રાજ્યમાં અવનારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર સાપુતારામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામ્યો છે. સાપુતારા માલેગાંવ ઘાંટમાં ખાનગી બસ ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગુનાથી 50 જેટલા પ્રવાસી ભરેલી બસ ઘાટમાં પલટી ગઈ હતી. જેના પગલે 5 લોકોના મોત થયા છે.

મળતી માહિતી અનુસાર વહેલી સવારે 4 વાગ્યાની આસાપસ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણથતા તાત્કાલિક સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. જો કે 5 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ અન્ય કેટલાક પ્રવાસીઓ ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

જોકે હાલ ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેકટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે.