રાજ્યમાં આજે 68 નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તો જૂનાગઢ મહાનગરપાલિકામાં મેયર અને ડે.મેયરની ચૂંટણી યોજાશે. સાંજે 4 વાગે તમામ સ્થાનોએ ચૂંટણી બાદ ચિત્ર સ્પષ્ટ થશે. જૂનાગઢ મનપામાં હાલ મનન અભાણી અને ધર્મેશ પોશિયાનું નામ મોખરે છે. બંને યુવા નેતા છે અને સંગઠનનો અનુભવ ઉપરાંત ટોચના નેતાઓ સાથે ઘેરાબો હોવાથી તેમની પસંદગી સંભવ છે.

તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 68 નગરપાલિકાઓની તેમજ 3 તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 68 પૈકી 62 નગરપાલિકાઓમાં તો ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આજે ચૂંટણી હોવાથી ગતરોજ ભાજપ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત ટોચના નેતાઓ હાજર રહ્યા.
આ બેઠકમાં મંથન કર્યા બાદ જૂનાગઢ મનપામાં મેયર અને ડે.મેયરના નામ પર મહોર વાગી ગઈ છે. મનન અભાણી અથા ધર્મેશ પોશિયા બંનેમાંથી એક મેયર બને તેવી શક્યતાઓ છે. તો ભાજપે આ સાથે જ 62 નગરપાલિકાઓ માટે પણ મેન્ડેટ તૈયાર કરી દેવાયા છે. જેથી આજે તમામ નગરપાલિકાઓમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવશે, તે નિશ્ચિત છે.
આ નગરપાલિકાઓને આજથી નવા સુકાનીઓ મળશે અને તેઓ સત્તાની ધઉરા સંભાળશે. લાંબા સમયથી વહીવટદારનું શાસન હતુ, જેમાંથી હવે આ નગરપાલિકાઓ ચૂંટાયેલી પાંખ વહીવટ કરશે.
આ પણ વાંચો..
- શરૂઆતમાં પોતાનું કૌશલ્ય બતાવ્યા પછી Shardul Thakur એ પોતાનો ગુમાવ્યો ગુસ્સો
- Rishabh Pant નાક કાપવા માટે તૈયાર છે, 9 વર્ષ પછી IPLમાં આ કર્યું
- જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે અભિનેતા Vibhu Raghav
- Pahalgam Terror Attack : અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Elvish Yadav પર મુશ્કેલીના વાદળો છવાયા, NCW ઓફિસમાં માફી માંગી