Dwarka: ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારથી બોર્ડર પાસેના તમામ વિસ્તારોમાં સુરક્ષાના કારણોસર બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે. આજથી દ્વારકામાં પણ સાંજે ૭ વાગ્યાથી સંપૂર્ણ બ્લેકઆઊટ થવાનું છે.
બે દિવસથી જેકે તમામ જગ્યાએ બ્લેકઆઉટ કરવાના આવ્યું હતું. ગુજરાતના અધિકારીઓએ જણાવ્યું હતું કે કચ્છમાં જિલ્લાવ્યાપી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. જ્યારે ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેના સરહદી વિસ્તારમાં કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે.