મહીસાગર જિલ્લાના કડાણા અને ખાનપુર તાલુકાના મુખ્ય બજાર બંધ રખાયા. ભાવનગરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને પાટણના ચાણસ્મામાં સ્વયંભૂ બંધ પાળીને આતંકી હુમલાની ઘટનાને વખોડાઈ.
મહીસાગર. પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં રાજ્યના અનેક જિલ્લામાં વિરોધ કરવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લાના કડાણા અને ખાનપુર તાલુકાના મુખ્ય બજાર બંધ રખાયા હતા. વેપારીઓએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસે જિલ્લાના જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ વધુ માહિતી આપી.

કાશ્મીરમાં આંતકવાદી હુમલા બાદ ગુજરાતના વિવિધ શહેરોની સાથે ભાવનગરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન ભારત છોડો અંતર્ગત એસઓજી પોલીસની ટીમ દ્વારા મોતી તળાવ વિસ્તાર અને શેરડીપીઠ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં
આવી હતી. જોકે ભાવનગરમાંથી કોઈ પણ બાંગ્લાદેશી કે અન્ય દેશના લોકો ઝડપાયા ન હતા. દરમિયાન, પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાટણ જિલ્લાના ચાણસ્મામાં સ્વયંભૂ બંધ પાળીને આતંકી હુમલાની ઘટનાને વખોડી વિરોધ વ્યક્ત કર્યો. તમામ સંસ્થાઓ,વેપારી મંડળો અને રાજકીય પક્ષો તેમજ નાગરીકોએ બંધને સમર્થન આપ્યું હતું.
Also Read:
- variyali: દરરોજ ફક્ત અડધી ચમચી વરિયાળી ખાવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે
- NASA: નાસાના અભ્યાસ સૂચવે છે કે પૃથ્વીએ તેના તાત્કાલિક કોસ્મિક પડોશમાંથી જીવન માટે જરૂરી ઘટકો મેળવ્યા હશે.
- હવે અખબારમાં લપેટીને ખોરાક પીરસવામાં નહીં આવે: FSSAI એ નવી ચેતવણી જારી કરી; વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી થવાની સંભાવના
- amit shah: અમિત શાહ સાથેની અમરિંદરની મુલાકાતથી પંજાબના રાજકીય ભવિષ્ય અંગે નવી અટકળો શરૂ થઈ
- શું તમારા iPhone ને iOS 27 મળશે? 8 જૂને Apple ના લોન્ચ પહેલા સપોર્ટેડ મોડેલ્સની યાદી અહીં છે




