મહીસાગર જિલ્લાના કડાણા અને ખાનપુર તાલુકાના મુખ્ય બજાર બંધ રખાયા. ભાવનગરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને પાટણના ચાણસ્મામાં સ્વયંભૂ બંધ પાળીને આતંકી હુમલાની ઘટનાને વખોડાઈ.

મહીસાગર. પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં રાજ્યના અનેક જિલ્લામાં વિરોધ કરવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લાના કડાણા અને ખાનપુર તાલુકાના મુખ્ય બજાર બંધ રખાયા હતા. વેપારીઓએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસે જિલ્લાના જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ વધુ માહિતી આપી.

 કાશ્મીરમાં આંતકવાદી હુમલા બાદ ગુજરાતના વિવિધ શહેરોની સાથે ભાવનગરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન ભારત છોડો અંતર્ગત એસઓજી પોલીસની ટીમ દ્વારા મોતી તળાવ વિસ્તાર અને શેરડીપીઠ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં

 આવી હતી. જોકે ભાવનગરમાંથી કોઈ પણ બાંગ્લાદેશી કે અન્ય દેશના લોકો ઝડપાયા ન હતા. દરમિયાન, પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાટણ જિલ્લાના ચાણસ્મામાં સ્વયંભૂ બંધ પાળીને આતંકી હુમલાની ઘટનાને વખોડી વિરોધ વ્યક્ત કર્યો. તમામ સંસ્થાઓ,વેપારી મંડળો અને રાજકીય પક્ષો તેમજ નાગરીકોએ બંધને સમર્થન આપ્યું હતું.

Also Read: