Daman : સંઘપ્રદેશ દમણના દલવાડા સ્થિત કોસ્ટગાર્ડ સ્કૂલ સામેના મુખ્ય માર્ગ પર આજે સવારે કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાની દમણથી દલવાડા તરફ સોફ્ટડ્રિંક ભરેલો છોટા હાથી ટેમ્પો નં. DD-03-Q-9412 એક બાઈકને ઓવરટેક કરવાનું પ્રયાસ કરી રહ્યો હતો.
આ દરમિયાન સામે તરફથી નવસારી જિલ્લાના ગણદેવી ગામના રહેવાસી આદિત્ય મોહનભાઈ પટેલ તેમની પત્ની ઉષા પટેલ સાથે સ્પ્લેન્ડર બાઈક નં. GJ-21-AG-0207 પર દલવાડાથી નાની દમણ તરફ જઈ રહ્યા હતા.
ટેમ્પાના ચાલકે બાઈકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં આદિત્ય પટેલનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું, જ્યારે તેમની પત્ની ઉષાબેનને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અન્ય એક બાઈકસવાર મોહન ચમારભાઈ પટેલ (રહે. ભીમપોર, દમણ) પણ ટેમ્પાની અડફેટે આવી ગયા હતા અને તેઓને પણ નાની મોટી ઈજાઓ થઈ છે.
ઘટનાના તરત પછી ટેમ્પો ડ્રાઈવર બનાવ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. દમણ પોલીસે ઘટના અંગે ગુનો નોંધી ફરાર ટેમ્પાચાલકને પકડી પાડવા માટે તપાસ અને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. દમણના શાંતિપ્રિય દલવાડા વિસ્તારને ચકચકી ઉઠાવતી આ ઘટનાએ લોકોમાં શોક અને રોષની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો..
- Ahmedabad: પરીક્ષા ખંડમાં પ્રોફેસરની દાદાગીરી! વિદ્યાર્થીને બે વખત થપ્પડ માર્યાનો CCTV વીડિયો વાયરલ
- ગુરુપૂર્ણિમાએ CM Bhupendra Patelએ લુસડિયાધામમાં સંત સુરમલદાસજીની સમાધિના દર્શન કર્યા, સંતોનું કર્યું સન્માન
- તમારો દીકરો વિદેશમાં ભણે છે તો તમે ગુજરાતના સમાન્ય લોકો માટે શું કરવાના?: Payal Sakaria AAP
- Rajkot ઝૂમાં ખુશખબર: વધુ 3 એશિયાટિક સિંહ બચ્ચાનો જન્મ, કુલ સંખ્યા 20 પર પહોંચી
- Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક કૌશલ્ય પ્રયોગશાળાનો પ્રારંભ, ગંભીર દર્દીઓને મળશે ઝડપી સારવાર




