સંઘપ્રદેશ દમણમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે પ્રશાસન અને NDRFની ટીમ દ્વારા સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ.

દમણના ડાભેલ તળાવ ખાતે NDRFની ટીમ દ્વારા આજે વિવિધ કુદરતી આપત્તિઓ જેવી કે ચક્રવાત, પૂર, ગરમીના હિટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી તેની જીવંત પ્રેક્ટિસ કરાવવામાં આવી. મોકડ્રીલ દરમિયાન NDRFના જવાનોએ તળાવમાં ડૂબતા એક વ્યક્તિને બચાવવાની પ્રેક્ટિકલ પ્રતિક્રિયા બતાવી હતી.

મોકડ્રીલ દરમિયાન લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. NDRFના જવાનોએ બેભાન થયેલા વ્યક્તિને સી.પી.આર. આપવાની પદ્ધતિ પણ દર્શાવી. સ્થાનિક પ્રશાસનના સહયોગથી આ પ્રકારની મોકડ્રીલ દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, દમણ જેવા પ્રદેશમાં લોકો ફરવા માટે આવતા હોય છે અને આ દરિયાકાંઠા સાથે મોટાપ્રમાણમાં પાણીના સ્ત્રોતવાળો વિસ્તાર છે, જ્યાં લોકો મોજશોખ માટે આવતા હોય છે, તેવા સમયે કોઈ હોનારત થાય તો તેમાં લોકો સુવ્યસ્થિત રીતે ત્વરીત રાહત બચાવ કરી શકે તે માટે આ મોકડ્રીલ અતિમહત્વની છે.

આ પણ વાંચો..