Cyber Crime : સાયબર ગઠીયાઓએ લાલચની જાળમાં ફસાવી બે લોકો પાસેથી નાણાં ખંખેર્યા હોવાના બે કિસ્સાઓ પોલીસ ચોપડે નોધયા છે. મહેમદાવાદના ઘોઘાસર ગામે સસ્તામાં લેપટોપ આપવાનું કહી રૂપિયા 32 હજાર ઉપરાંતની રકમ ગઠીયાએ પડાવી છે. જ્યારે માતરના લીંબાસી ગામે યુવકને શેરબજારમાં રોકાણ કરવાનું કહી ત્રણ ઘણાં નફાની લાલચ આપી રૂપિયા 1.37 લાખ રૂપિયા ગઠીયાઓએ પડાવ્યા છે. આ બંને બનાવો મામલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામે રાજપુર વિસ્તારમાં 40 વર્ષિય છત્રસિંહ પોપટભાઈ ડાભી રહે છે. ગત 27મી માર્ચના રોજ તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા નંબરથી વોટ્સએપમાં લેપટોપ વેચાણ બાબતેનો મેસેજ આવ્યા હતા. જે બાદ ફોટોગ્રાફ્સ આવ્યો હતો અને આ ફોટોગ્રાફ્સમાથી લેપટોપ પસંદ કરવાની આ સામે વાળી વ્યક્તિએ કહ્યું હતું. જે પછી આ છત્રસિંહભાઈ અને તેમના દિકરાએ એક લેપટોપ પસંદ કર્યું હતું.

જેની કિંમત રૂપિયા 5,500 હતી. જેથી તેઓ આટલા સસ્તામાં આટલી સારી કન્ડીશનનુ લેપટોપ જોય લલચાયા હતા અને ઓર્ડર આપ્યો હતો. બાદમાં આ ઈસમે કહ્યું કે, બુકિંગ પેટે 550 રૂપિયા આપવા પડશે.તેમ કહી આ રૂપિયા લીધા હતા આ સાથે ડીલીવરી ચાર્જના તેમજ ખોટા બહાના કાઢી અલગ અલગ રીતે તેમની પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા 32 હજાર 518 જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી અને આ બાદ પણ લેપટોપની ડિલિવરી નહીં આપતા તેમજ ઉપરોક્ત નાણા નહીં આપતા સમગ્ર બાબતે છત્રસિંહભાઈ ડાભીએ જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર અને એ બાદ ગતરોજ મહેમદાવાદ પોલીસ મથકે ઉપરોક્ત અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે.
બીજી અન્ય ફરિયાદ લીંબાસી પોલીસ મથકે નોંધાઈ છે. માતર તાલુકાના લીંબાસી ગામે રહેતા 25 વર્ષિય મયુરભાઈ રબારી પોતે શેર બજારમાં ઓનલાઇન ટ્રેડિંગનો કામ કરે છે જો કે તેમણે તેમાં અંદાજે સવા એક લાખ રૂપિયાનો લોસ થયો હતો. જે લોસને રિકવરર કરવા માટે મયુરભાઈ એક ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હતા. જે ગ્રુપમાં દરરોજ અલગ અલગ માણસો શેર બજારમાં પ્રોફિટ થયા અંગેના મેસેજ મુકતા હતા. જેથી તેમને વિશ્વાસ આવતા આ ટેલિગ્રામ ગ્રુપમાં મેમ્બર બન્યા હતા અને અજાણ્યઆ નંબર ઉપરથી તેમના ફોનમાં વોટ્સએપમાં અજાણી વ્યક્તિએ વાત કરી હતી.
આ વ્યક્તિએ જણાવ્યું કે તમને શેર બજારમાં ક્રિપ્ટોનમાં પૈસાનું રોકાણ કરી તમારા પૈસા એક દિવસમાં ત્રણ ગણા કરી આપીશું તેમ જણાવી વિશ્વાસમાં લીધા હતા. આ બાદ આ સામેવાળી વ્યક્તિએ યુપીઆઈ કોડ મોકલી એકાઉન્ટ વેરિફિકેશનના નામે અલગ અલગ તારીખો દરમિયાન કુલ રૂપિયા 1 લાખ 37 હજાર પડાવી લીધા હતા. આ બાબતે જેતે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર અને એ બાદ ગતરોજ લીંબાસી પોલીસ મથકે અજાણ્યા નંબર ધારક વિરુદ્ધ મયુરભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બંને ગુનામાં આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો..
- Sonam Wangchukની પત્નીનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- PMO નહીં, જંતર-મંતર પર વિદ્યાર્થીઓ સાથે બેસવું જોઈએ હતું
- ભાજપના નેતાઓ લાજવાને બદલે ગાજે છે, વિદ્યાર્થીઓના ન્યાય માટે કોંગ્રેસ દેશવ્યાપી લડત ચાલુ રાખશે : Amit Chavda
- Vadodaraની હોટલ સાથે જૈશ નેટવર્ક જોડાયેલું! ATS તપાસમાં રેલવે સ્ટેશન પાસે ગુપ્ત મીટિંગનો ખુલાસો
- Ahmedabad: ટૂર પેકેજ સાથે મળ્યું એક ‘ગોલ્ડ મિશન’; મુસાફરોના ખિસ્સામાં 1.13 કરોડ રૂપિયાનું સોનું છુપાયેલું હતું.
- Suratમાં કૂતરાઓના ટોળાએ દીપડાને ભગાડી દીધો, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ




