આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ Raju Kapardaએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે એક સુખદ સમાચાર મળ્યા કે વિછીયામાં પોલીસ ઘર્ષણમાં જે પણ કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પર કેસ કરવામાં આવ્યા હતા, તે તમામ લોકોને આજે કોર્ટ દ્વારા જમાનત આપવામાં આવ્યા છે. હજુ આવનારા સમયમાં જ્યાં પણ જરૂર લાગશે ત્યાં આમ આદમી પાર્ટી આ તમામ લોકો પર કરવામાં આવેલા ખોટા કેસને પાછા ખેંચવા માટે કાયદાકીય લડત લડશે.

પોલીસ ઘર્ષણમાં જે લોકો પર ખોટા કેસ કરવામાં આવ્યા અને મૃતકના પરિવારની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ બીજી પાર્ટીના નેતાઓ અને આગેવાનો જેટલા પણ લોકો આ દરમિયાન આ તમામ લોકો સાથે રહ્યા તે તમામનો આભાર માનું છું. ખાસ કરીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને એડવોકેટ ગોપાલભાઈ ઇટાલીયાનો આભાર માનીએ છીએ તેમણે મફતમાં આ તમામ લોકો માટે કેસ લડવાની જાહેરાત કરી હતી. આ સાથે જેટલા પણ તમામ લોકો આ દરમિયાન એકજૂટ રહ્યા અને પીડિત પરિવારને અને નિર્દોષ લોકોને મદદ કરી તે તમામનો પણ હું આભાર માનું છું.