વાપી શહેરમાં Ramnavmiની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો છે. શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર દેશના નેતાઓ અને રામ ભગવાનના પોસ્ટર સાથે નાથુરામ ગોડસેના બેનર પણ લગાવવામાં આવ્યા હતા.

આ બેનર પર ‘રઘુપતિ રાઘવ રાજા રામ, દેશ બચા ગયા નાથુરામ’ જેવા વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન રામ ભગવાન, શિવાજી મહારાજ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત અનેક મહાનુભાવોના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે.

કોંગ્રેસના અગ્રણીઓએ આ મામલે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે પોસ્ટર લગાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વલસાડ જિલ્લામાં રામ જન્મ મહોત્સવની વિવિધ સમિતિઓ અને રામ ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આ વિવાદાસ્પદ બેનરને કારણે સમગ્ર મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે.

આ પણ વાંચો..