ગઢડામાં સીસીઆઇ (કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ના એક કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. ACBની ટીમ દ્વારા ગોઠવાયેલા છટકામાં કર્મચારી કપાસની લાંચ લેતા ઝડપાયો છે.
સીસીઆઇના કર્મચારીએ ખેડૂત પાસેથી કપાસ ખરીદવા માટે લાંચની માંગણી કરી હતી. એક ખેડૂતે આ અંગે ACBને જાણ કરી હતી, જેના આધારે ACBએ ટ્રેપ ગોઠવી હતી અને કર્મચારીને લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો. મામલો કંઈક એમ છે કે, સીસીઆઈ કર્મચારીએ ગઢડામાં કપાસ નબળો હોવાનું જણાવી ખેડૂતનું કપાસ ખરીદવાની ના પાડી દીધી હતી. તે બાદ ખેડૂત પાસે 265 કિલો કપાસની લાંચ માગી હતી અને કપાસ ખરીદવાની નક્કી કર્યુ હતુ.
ખેડૂત પોતે લાંચ આપવા માંગતા ન હતા. જેથી તેમણે ACBની ટીમને જાણ કરી હતી. જે બાદ 5 માર્ચે એસીબીએ છટકુ ગોઠવી 265 કિલો કપાસની લાંચ લેતા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના કોન્ટ્રેક્ટ બેઝ કોમ્પ્યુટર ઓપરેટર અકરમ શૌકતઅલી પટવારી અને સીસીઆઈ ખરીદ કેન્દ્ર કષ્ટભંજન કોટન એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના સંચાલક ઘનશ્યામ બોદરને ઝડપી લીધાં હતા અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ ઘટનામાં ACBએ કર્મચારીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આવા લાંચિયા કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે.
આ પણ વાંચો..
- શરૂઆતમાં પોતાનું કૌશલ્ય બતાવ્યા પછી Shardul Thakur એ પોતાનો ગુમાવ્યો ગુસ્સો
- Rishabh Pant નાક કાપવા માટે તૈયાર છે, 9 વર્ષ પછી IPLમાં આ કર્યું
- જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે અભિનેતા Vibhu Raghav
- Pahalgam Terror Attack : અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Elvish Yadav પર મુશ્કેલીના વાદળો છવાયા, NCW ઓફિસમાં માફી માંગી