કોરોના બાદ ગુજરાતમાં કોલેરાએ માથુ ઉચકી રહ્યું છે. ગુજરાતમાં કોલેરાએ તેનો કહેર મચાવ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતના સૌરાષ્ટ્રમાં કોલેરાની બીમારી ધીરે ધીરે ફેલાઈ રહી છે. ત્યારે રાજકોટના ઉપલેટામાં તણસવા ગામે પાંચ બાળકોના મોત કોલેરાથી થયુ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામ પાસે પાંચ બાળકોના મોત થયા છે. નોંધનીય છે કે એક વર્ષથી સાત વર્ષ સુધીની ઉંમરના બાળકોના મોતના કિસ્સા બન્યા છે. ગત 13 તારીખથી અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય શાખા, મામલતદાર, ડેપ્યુટીકલેકટર, પોલીસ તેમજ અન્ય ટિમો પહોંચી તણસવા ગામે પહોંચી ગયું છે.

આ સિવાય આણંદ શહેરમાં કોલેરાનાં કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે. આણંદમાં કોલેરાના વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. આણંદમાં કોલેરાના કુલ 4 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના 41 કેસ સત્તાવાર નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે પીવાનાં પાણીની પાઈપ લાઈનમાંથી દુષિત પાણી આવતા સોસાયટીમાં 15 થી વધુ લોકોને ઝાડા ઉલ્ટીઓ સહીતની બિમારીઓ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.