દમણના એરપોર્ટ રોડ પર આજે ફિલ્મી ઘટના બની હતી, BMW કાર નંબર MH 02 DI N 9725માં અચાનક આગ લાગી હતી. કારનો ડ્રાઈવર દરવાજો ખોલી બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. જોકે, ગણતરીની મિનિટોમાં કાર ભળકે બળી ગઈ હતી. આ ઘટના બાદ ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી.

BMW ડ્રાઈવરના જણાવ્યા મુજબ, તે કારને ગેરેજમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે કારના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બોનેટનો ભાગ સળગવા લાગ્યો હતો. ડ્રાઈવરે તરત જ કાર રોકી અને બહાર નીકળી ગયો હતો, જેના કારણે જાનહાનિ ટળી, પરંતુ આ BMW કાર બળીને ખાખ થઈ ગઈ છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ, ઓઈલ લીકેજ, શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેક્નિકલ ખામી આ ઘટનાનું કારણ હોઈ શકે છે.
આ પણ વાંચો..
- pm modi: પર્યાવરણ સંરક્ષણમાં ભારતની નોંધપાત્ર પહેલ: વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત વિશ્વને માર્ગ બતાવી રહ્યું છે; હાઇડ્રોજન ટ્રેનોનો ઉલ્લેખ કર્યો
- Rain alert: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર
- Bharuch: આમોદ-પાલેજ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનની ટક્કરથી એક વ્યક્તિનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
- Gujarat: અઠવાડિયાના લોકડાઉનને કારણે ગુજરાતના બંધોમાં પાણીનું સ્તર 70% સુધી પહોંચી ગયું, મેઘમહેર અને અન્ય 28 ડેમ હાઇ એલર્ટ પર
- Mamta નંદીગ્રામ બાદ રેજીનગરમાં પણ મમતાને ઝટકો; ઉમેદવાર રબિયુલ આલમે ઉમેદવારી પાછી ખેંચી




