દમણના એરપોર્ટ રોડ પર આજે ફિલ્મી ઘટના બની હતી, BMW કાર નંબર MH 02 DI N 9725માં અચાનક આગ લાગી હતી. કારનો ડ્રાઈવર દરવાજો ખોલી બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. જોકે, ગણતરીની મિનિટોમાં કાર ભળકે બળી ગઈ હતી. આ ઘટના બાદ ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી.

BMW ડ્રાઈવરના જણાવ્યા મુજબ, તે કારને ગેરેજમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે કારના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બોનેટનો ભાગ સળગવા લાગ્યો હતો. ડ્રાઈવરે તરત જ કાર રોકી અને બહાર નીકળી ગયો હતો, જેના કારણે જાનહાનિ ટળી, પરંતુ આ BMW કાર બળીને ખાખ થઈ ગઈ છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ, ઓઈલ લીકેજ, શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેક્નિકલ ખામી આ ઘટનાનું કારણ હોઈ શકે છે.
આ પણ વાંચો..
- Russia પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ભારત પર અમેરિકાનું દબાણ અન્યાયી છે, મોસ્કોએ નિંદા કરી
- National Update: હવે ઓનલાઈન સટ્ટાબાજી ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં મંજુર
- Ahmedabad: સ્કૂલ હત્યાકાંડ, સગીર આરોપી વિદ્યાર્થીની ચોંકાવનારી ચેટ બહાર આવી
- Amit Shah : લોકસભામાં 3 બિલોને લઈને ખૂબ હોબાળો થયો, વિપક્ષે નકલો ફાડી નાખી
- Gujarat govt: બેરોજગારી છતાં ગુજરાત સરકાર નિવૃત્ત અધિકારીઓને નગરપાલિકાના વડા તરીકે રાખવા તૈયાર