ખેડા જિલ્લાના મહુધાના એક ગામના આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતી એક યુવતીને BJPના કાર્યકર્તાએ અભદ્ર મેસેજ કરતા ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારે મેસેન્જરમાં મેસેજ કર્યા બાદ પોતે BJP કાર્યકર્તા હોવાનો પણ એકરાર કર્યો છે. આ મામલે પંથકમાં આ ઈસમ સામે ફીટકાર વરસી રહી છે.
મહુધાના એક ગામમાં સી.એચ.સી. સેન્ટરમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતી એક યુવતીને સોશિયલ મીડિયામાં BJPના કાર્યકર્તા વિજયસિંહ સોલંકી (વીડી) દ્વારા અભદ્ર મેસેજ કરાયા છે. યુવતીએ ફેસબુક પર મુકેલા ફોટાને મેન્સન કરી ફેસબુકના મેસેન્જરમાં મેસેજ કર્યો હતો.
જેમાં અંગ્રેજીમાં ‘લવ યુ’ લખવા ઉપરાંત અભદ્ર ઈમોજી પણ મોકલ્યુ હતુ. આ ઈસમે પોતાના ફેસબુક એકાઉન્ટમાં BJPના કાર્યક્રમ પણ શેર કરેલા છે, ઉપરાંત ધારાસભ્ય સંજયસિંહ મહીડા સાથે પણ ફોટા મૂકી શેખી મારતો હોવાની ચર્ચાઓ છે. સરકારી મહિલા કર્મચારી સાથે આ પ્રકારે અભદ્ર વર્તન કરવા બદલ કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે.
આ ઉપરાંત તેના આ મેસેજના સ્ક્રીન શોટ પણ લખાણ સાથે વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેની હલકી માનસિકતા પર લોકોએ ફીટકાર વરસાવી છે. તો સાથે જ તેમજ ધારાસભ્યનું નામ વટાવતો હોય અને ધારાસભ્યને તેની ખબર પણ ન હોય, આવા તત્વોને ખુલ્લા પાડવા લોકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો..
- Iran: ઈરાને ૫૦ દિવસ પછી હવાઈ ક્ષેત્ર ફરી ખોલ્યું; પૂર્વીય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ
- CSK: ચેન્નઈનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 100 રનને પાર; મેથ્યુ શોર્ટ અને સરફરાઝ ખાન ક્રીઝ પર મજબૂત પકડ ધરાવે છે
- Pm Modi કોંગ્રેસ-સપાથી લઈને ડીએમકે સુધી… બિલ પસાર ન થવા બદલ પીએમ મોદીની ટીકા; કહ્યું, “બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ”
- hormuz: હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ: બે જહાજો પર ગોળીબાર બાદ ભારતનું વલણ શું છે? વિદેશ મંત્રાલયે ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
- Women reservation: અવરોધ કરવો અને ગેરમાર્ગે દોરવું એ તેમની નીતિ છે’: મહિલા અનામત બિલ પર, પીએમ મોદી કહે છે કે કોંગ્રેસે તેનો સાચો ચહેરો ઉજાગર કરી દીધો છે




