ખેડા જિલ્લાના મહુધાના એક ગામના આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતી એક યુવતીને BJPના કાર્યકર્તાએ અભદ્ર મેસેજ કરતા ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારે મેસેન્જરમાં મેસેજ કર્યા બાદ પોતે BJP કાર્યકર્તા હોવાનો પણ એકરાર કર્યો છે. આ મામલે પંથકમાં આ ઈસમ સામે ફીટકાર વરસી રહી છે.
મહુધાના એક ગામમાં સી.એચ.સી. સેન્ટરમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતી એક યુવતીને સોશિયલ મીડિયામાં BJPના કાર્યકર્તા વિજયસિંહ સોલંકી (વીડી) દ્વારા અભદ્ર મેસેજ કરાયા છે. યુવતીએ ફેસબુક પર મુકેલા ફોટાને મેન્સન કરી ફેસબુકના મેસેન્જરમાં મેસેજ કર્યો હતો.
જેમાં અંગ્રેજીમાં ‘લવ યુ’ લખવા ઉપરાંત અભદ્ર ઈમોજી પણ મોકલ્યુ હતુ. આ ઈસમે પોતાના ફેસબુક એકાઉન્ટમાં BJPના કાર્યક્રમ પણ શેર કરેલા છે, ઉપરાંત ધારાસભ્ય સંજયસિંહ મહીડા સાથે પણ ફોટા મૂકી શેખી મારતો હોવાની ચર્ચાઓ છે. સરકારી મહિલા કર્મચારી સાથે આ પ્રકારે અભદ્ર વર્તન કરવા બદલ કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે.
આ ઉપરાંત તેના આ મેસેજના સ્ક્રીન શોટ પણ લખાણ સાથે વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેની હલકી માનસિકતા પર લોકોએ ફીટકાર વરસાવી છે. તો સાથે જ તેમજ ધારાસભ્યનું નામ વટાવતો હોય અને ધારાસભ્યને તેની ખબર પણ ન હોય, આવા તત્વોને ખુલ્લા પાડવા લોકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો..
- હું કોઈને ઓળખતો નથી… Suratના ઉદ્યોગપતિએ જન્મદિવસ પર રાખી દારૂ પાર્ટી, પુત્રએ કર્યો પોલીસ સાથે ઝઘડો – Video
- જમાઈએ કરાવી સાસુની હત્યા, પોલીસે Morbiમાં મળેલ સળગેલા મૃતદેહની ગુથ્થી સુલજાવી
- Gujaratમાં બનશે નવ હાઇ-સ્પીડ કોરિડોર, મુખ્યમંત્રી પટેલે મહત્વપૂર્ણ વિકાસની જાહેરાત કરી
- Horoscope: આજે કાળી ચૌદશ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
- Rafah border: સોમવારે રફાહ બોર્ડર ફરી ખુલી, ગાઝા પરત ફરતા પેલેસ્ટિનિયનો માટે મોટી રાહત