આજે વડોદરાની કરજણ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડ્યો અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડુક તથા નગરપાલિકા પ્રમુખ હેમલ પઢની ઉપસ્થિતિ ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, ચાલુ કોર્પોરેટરો, માજી ચેરમેન પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ટ્વીટરના માધ્યમથી નવા જોડાયેલા તમામ સાથીઓનું સ્વાગત કર્યું હતું.
Arvind kejriwalએ ટ્વિટર પર લખ્યું હતું કે, જે જગ્યાને બીજેપીનો ગઢ કહેવાય છે તેવા ગુજરાત રાજ્યમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજેપીના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તે બતાવે છે કે ભાજપના પોતાના લોકોને ભાજપથી કોઈ ઉમ્મીદ નથી અને તેઓ પણ જાણે છે કે જનતાની ભલાઈ માટે ફક્ત આમ આદમી પાર્ટી જ કામ કરી શકે છે. આમ આદમી પાર્ટીમાં સામેલ થનાર તમામ નવા સાથીઓનું સ્વાગત કરું છું, આપણે સાથે મળીને જનતા માટે કામ કરીશું.