સુરતના ડુમ્મસ બીચ ફરવા જનારા લોકોને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ રાખવામાં આવ્યા છે.માહિતી અનુસાર આગામી સમયમાં વાવાઝોડાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આગમી થોડા સમય સુધી વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. જેના કારણે 1 થી 7 જૂન સુધી ડુમ્મસ, સુવાલી બીચ પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તેમજ માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ તેમજ દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે.આપને જણાવી દઈએ સુરતના ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ કરાયો હોવાનું જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. વાવાઝોડાનાં ખતરાને જોતાં સુરતમાં 1 થી 7 જૂન સુધી બીચ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ તથા ભારે પવન ફૂંકાવાની આગાહીને જોતાં સુરતનાં ડુમસ અને સુવાલી બીચને આગામી 1 થી 7 જૂન સુધી બીચ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરતનાં ડુમસ, સુવાલી બીચ 7 દિવસ સુધી સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે. સુરતમાં વાવાઝોડાના કારણે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને જોતાં સુરત પોલીસ કમિશ્નરે આદેશ આપ્યો છે. અને માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે.

આ ઉપરાંત જાહેરનામાના પાલનને લઈને દરિયા કિનારાના વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરીને દરિયા કિનારા પર જશે તો તેની સામે જાહેરનામા ભાંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે