Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરીની શરુઆત થઈ ચુકી છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવી રહી છે.

આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે તે પહેલાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પાલનપુર પહોંચી પાતાશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. જોકે તે બાદ પાલનપુરના લક્ષ્મીપુરા ગામે પહોંચેલા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, લોકોએ મને અપાર સાથ આપ્યો છે. કોંગ્રેસ અને અપક્ષ ભલે ગમેતે દાવા કરે પણ જીત મારી જ થશે. મોદી સાહેબના વિકાસના કામોની જીત થશે.હું સારા મતોથી જીતીશ અને જીત્યા બાદ વાવના અનેક ખેડૂતો, પાણી, સિંચાઈ અને કેનાલોના કામો બાકી છે તે પહેલાં કરીશ. મારો જીતનો વરઘોડો મતગણતરી કેન્દ્રથી પાલનપુર થઈને ગેળા હનુમાન જશે અને ભગવાનના દર્શન કરીને વાવ જશે.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પાલનપુરની જગાણા એન્જીનીયરીંગ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. સો પ્રથમ 130 બેલેટ પેપરની મતગણતરી હાથ ધરાઈ છે. 14 ટેબલ ઉપર 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ છે.