ચાર દિવસ પહેલા Babraના નિલવડા ગામના એક યુવાન ઉપર ત્રણ સખ્સોએ લોખંડ પાઇપ વડે જીવલેણ હુમલો કરેલ હતો.જે ઘટનામાં એક મહિલા પોલિસકર્મી સંડોવાયેલ હોવાના આક્ષેપ સાથે એફ આઈ આર નોંધી સસ્પેન્ડ કરવાની માંગણી સાથે આજે દલિત સમાજ દ્વારા એસ પી અને કલેક્ટરને આવેદન આપવામાં આવેલ હતું. આ દરમિયાન મહિલા પોલિસકર્મી એ આજે ફિનાઈલ ગટગટાવી લેતા ભારે ચકચાર મચી ગયેલ હતી.

મહિલા પોલીસ કર્મીની પણ સંડોવણીનાં આક્ષેપ સાથે દલિત સમાજે કલેકટર એસપીને આવેદનપત્ર આપીને પગલા ભરવા કરી’તી રજૂઆત પ્રાપ્ત વિગત મુજબ વિજયભાઈ મુળજીભાઈ ખીમસુરિયા (ઉ.૩૪, રે. નીલવડા) નામના યુવાન ઉપર અગાઉ એટ્રીસિટી નો કેસ પરત ખેંચવા અંગે ભયલુભાઈ બહાદુરભાઈ વાળા રવિરાજ બહાદુરભાઈ વાળા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ સહિત ત્રણેયે લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરેલો હતો.

જે હુમલાની ઘટનાની ત્રણેય હુમલાખોર સામે Babra પોલીસમાં નોંધાઈ હતી. પરંતુ બાબરા પોલિસમા કોન્સ્ટબલ તરીકે ફરજ બજાવતા રાજેશ્રીબેન વાળાની પણ સડોવાણી હોવા। છતાં પોલીસ દ્વારા એફ આઈ આરમાં તેમના નામનો ઉલ્લેખ કરાયેલ ન હતો.જેના વિરોધમાં આજે અનુ.જાતિ સમાજ દ્વારા કલેક્ટર અને એસ પી ને આવેદન આપી એફ આઈ આર માં મહિલા પોલિસકમી રાજેશ્રીબેન નું નામ દાખલ કરી તેમની બદલી કરવાની માગણી કરવામાં આવી હતી.અન્યથા સમાજ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલ હતી.

જોકે આ ઘટનામા નવો વળાંક આવેલ હતો. અનુ.જાતી સમાજ દ્વારા જે મહિલા પોલીસ કમી ની એફ આઈ આરમા નામ દાખલ કરવાની માંગણી કરેલ હતી તે પોલીસ કર્મીએ આજેજ ફિનાઈલ પી લેતા સારવારમાં ખસેડાયેલ હતા.