Surat: શુક્રવાર નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આગામી ફેબ આરીમાં યોજાનાર ભારત ટેક્સ- ૨૦૨૫ અંતર્ગત કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરીરાજસિંહે આપબળે ટેક્સટાઈલ ઉદ્યોગનું વિકાસ મોડેલ બન્યાની સરહાના કરી હતી અને હવે એક્સોપર્ટની દિશામાં આગળ વધવા અપીલ કરવાની સાથે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાહસિકોને એક્સ્પો માટે રોડ શો યોજી આમંત્રણ આપ્યું હતું.

ટેક્સટાઇલ મંત્રી ગિરીરાજસિંહે Suratના ઉદ્યોગની સરહાના કરી, એક્સપોર્ટની દુનિયામાં પ્રવેશી બ્રાન્ડ ઇન્ડિયાનું નિર્માણ કરવા હાકલ

ટેક્સટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમ અને ટેક્સટાઇલ મંત્રાલયના સહયોગથી આગામી તા. ૧૪ થી ૧૭ ફેબ. આરીના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ ૨૦૨૫ ગ્લોબલ ટેક્સટાઇલ એક્સ્પો યોજાવાનો છે. જેમાં એપેરલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઈબર, યાર્ન, થ્રેડસ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્કનું પ્રદર્શન થશે. જયારે ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર: માર્ટ ખાતે તા. ૧૨ થી ૧૫ ફેબ આરીના દરમિયાન એપેરલ, ટેક્ષ્ટાઈલ મશીનરી, કેમિકલ્સ અને ડાઈઝ જેવા ઉત્પાદનોની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે.

જેની તૈયારીના ભાગ રૂપે Suratની મેરિયોટ હોટલમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ટેક્સટાઈલ મંત્રી ગિરીરાજ સિંહના અધ્યક્ષ સ્થાને રોડ શો યોજાયો હતો. આ પ્રસંગે ટેક્સટાઈલ મંત્રી ગિરીરાજ સિંહે કહ્યું હતું કે એક્સ્પોમાં કાચા માલથી લઈ ફિનીશ્ડ પ્રોડક્ટસ સુધીની વેલ્યુ ચેઈન દર્શાવવાનું માધ્યમ છે. જેમાં ભારત પોતાની ટેક્ષ્ટાઈલ ઉદ્યોગની અમાપ ક્ષમતા, સમૃદ્ધિ અને વિવિધતાનું પ્રદર્શન કરશે.

Surat અંગે કહ્યું હતું કે આપબળે ટેક્સટાઇલ ઉદ્યોગનું વિકાસ મોડેલ બન્યું છે અને તેજ ગતિએ પ્રગિતના પંથે છે અને લાખ્ખો લોકોની રોજગારી માટે નિમીત બન્યું છે. વર્ષ ૨૦૩૦ માં ઉદ્યોગનું ટર્ન ઓવર ૩૫૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો સરકારનો લક્ષ્યાંક છે. જેથી ટેક્સટાઈલ ક્ષેત્રે બ્રાન્ડ ઇન્ડિયાનું નિર્માણ કરવા સુરતના ટેક્સટાઈલ સાહસિકોને એક્સ્પોમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. જયારે જલશક્તિ મંત્રી પાટીલે નવસારીના વાંસી બોરસીના પી.એમ મિત્રા પાર્કને સરહાનીય કદમ સાબિત થશે તેવી આશા વ્યકત કરી હતી.