માર્ગ અને મકાન વિભાગે હવાલો સોંપી દેતા ચોમાસા પુર્વે માર્ગ નું નવીનીકરણ હાથ ધરાશે, અંકલેશ્વર અંદાજે ૨..૮૦ કિમી સુધીનો માર્ગ માટે રૂ.5.30 કરોડનો ખર્ચ નિર્માણ કરાશે
અંકલેશ્વર, ગુજરાત. અંકલેશ્વર શહેરના મધ્યમાંથી પસાર થતો હાંસોટ સુરત તરફ જતો મુખ્ય માર્ગ મકાન વિભાગ હસ્તક હતો. ત્યારે આજ દિન સુધી આ મુખ્ય માર્ગનું સમારકામ કે, નવનિર્માણ કરવામાં ભારે ઉદાસીનતા દાખવતું હતું. આ પરિણામે આજીવન ટેક્સ ભરનાર વાહન ચાલકો તેમજ સ્થાનિક સ્વરાજનો વેરો ભારત નાગરિકો આ બિસમાર રસ્તા ને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા .ખાસ તો આ માર્ગ સતત ભારે વાહનોની અવર જ્વરને કારણે ટ્રાફિક જામ સર્જાતો રહેતો હોય માર્ગ અને મકાન વહેવારના ઇજનેરો સરકાર માંથી નાણાકીય ગ્રાંટની જોગવાઈ ન હોવાનું કારણ નાગરિકોને મૂર્ખ બનાવી રહ્યા હતા.

આ માર્ગની સમયાંતરે નવીનીકરણ જરૂરી હોય નગર પાલિકા હસ્તક્ષેપ કરી શક્તિ નહોતી ત્યારે હવે આ રોડ માર્ગ અને મકાન વિભાગે પાસેથી અંકલેશ્વર નગર પાલિકાએ પોતા ને હસ્તક કરી દેતા અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ થી ભરૂચી નાકા સુધીના અંદાજે પોણા ત્રણ કિમી સુધીના આ માર્ગ અંકલેશ્વર પાલિકા આગામી ચોમાસા પુર્વે અંકલેશ્વર નગરવાસીઓને નવો રોડ આપવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે
આગામી દિવસોમાં પાલિકાની પ્રાદેશિક કચેરી તરફથી તાંત્રિક મંજૂરી આવી જાય એટલે અંદાજે રૂપિયા 5 કરોડ 30 લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવાની શરૂઆત કરી દેવામાં આવશે જોકે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પુર્ણ થાય તે જ આગામી ચોમાસા પુર્વે આ માર્ગના નિર્માણનું કાર્ય શરૂ થઇ શકે છે .મળતી માહિતી અનુસાર પાલિકા સતાધિશો આ દિશામાં ગંભીરતાથી વહીવટી પ્રક્રિયા પુર્ણ કરવાના પ્રયાશો શરૂ કરી દેવામાં આવ્યા છે .અંકલેશ્વર નગનો આ હાર્દ સમો મુખ્ય માર્ગ ન કેવળ ટ્રાફિકની સમસ્યા થી મુક્તિ અપાવશે પરંતુ વાહન ચાલકો ને હાલ ખાવા પડતા ઠેબા માંથી મુક્તિ મળશે .
Also Read
- Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર ₹6 કરોડથી વધુ કિંમતનો 6.6 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત, ફ્લાયર પકડાયો
- Rashifal: કેવો રહેશે આજનો દિવસ? જાણો કોના પર વરસશે ભગવાનની કૃપા
- Iran: ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું – અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા તૈયાર; ટ્રમ્પ સમક્ષ આ શરત મૂકો
- Rishabh shetty: આશુતોષ ગોવારિકર ઋષભ શેટ્ટી સાથે સમ્રાટ કૃષ્ણદેવરાય પર ફિલ્મ બનાવશે, તે સમગ્ર ભારતમાં રિલીઝ થશે
- Bangladesh: ચૂંટણી પહેલા યુનુસની વિદાય? બાંગ્લાદેશના આ પક્ષોએ મોટો સંકેત આપ્યો