માર્ગ અને મકાન વિભાગે હવાલો સોંપી દેતા ચોમાસા પુર્વે માર્ગ નું નવીનીકરણ હાથ ધરાશે, અંકલેશ્વર અંદાજે ૨..૮૦ કિમી સુધીનો માર્ગ માટે રૂ.5.30 કરોડનો ખર્ચ નિર્માણ કરાશે
અંકલેશ્વર, ગુજરાત. અંકલેશ્વર શહેરના મધ્યમાંથી પસાર થતો હાંસોટ સુરત તરફ જતો મુખ્ય માર્ગ મકાન વિભાગ હસ્તક હતો. ત્યારે આજ દિન સુધી આ મુખ્ય માર્ગનું સમારકામ કે, નવનિર્માણ કરવામાં ભારે ઉદાસીનતા દાખવતું હતું. આ પરિણામે આજીવન ટેક્સ ભરનાર વાહન ચાલકો તેમજ સ્થાનિક સ્વરાજનો વેરો ભારત નાગરિકો આ બિસમાર રસ્તા ને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા .ખાસ તો આ માર્ગ સતત ભારે વાહનોની અવર જ્વરને કારણે ટ્રાફિક જામ સર્જાતો રહેતો હોય માર્ગ અને મકાન વહેવારના ઇજનેરો સરકાર માંથી નાણાકીય ગ્રાંટની જોગવાઈ ન હોવાનું કારણ નાગરિકોને મૂર્ખ બનાવી રહ્યા હતા.

આ માર્ગની સમયાંતરે નવીનીકરણ જરૂરી હોય નગર પાલિકા હસ્તક્ષેપ કરી શક્તિ નહોતી ત્યારે હવે આ રોડ માર્ગ અને મકાન વિભાગે પાસેથી અંકલેશ્વર નગર પાલિકાએ પોતા ને હસ્તક કરી દેતા અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ થી ભરૂચી નાકા સુધીના અંદાજે પોણા ત્રણ કિમી સુધીના આ માર્ગ અંકલેશ્વર પાલિકા આગામી ચોમાસા પુર્વે અંકલેશ્વર નગરવાસીઓને નવો રોડ આપવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે
આગામી દિવસોમાં પાલિકાની પ્રાદેશિક કચેરી તરફથી તાંત્રિક મંજૂરી આવી જાય એટલે અંદાજે રૂપિયા 5 કરોડ 30 લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવાની શરૂઆત કરી દેવામાં આવશે જોકે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પુર્ણ થાય તે જ આગામી ચોમાસા પુર્વે આ માર્ગના નિર્માણનું કાર્ય શરૂ થઇ શકે છે .મળતી માહિતી અનુસાર પાલિકા સતાધિશો આ દિશામાં ગંભીરતાથી વહીવટી પ્રક્રિયા પુર્ણ કરવાના પ્રયાશો શરૂ કરી દેવામાં આવ્યા છે .અંકલેશ્વર નગનો આ હાર્દ સમો મુખ્ય માર્ગ ન કેવળ ટ્રાફિકની સમસ્યા થી મુક્તિ અપાવશે પરંતુ વાહન ચાલકો ને હાલ ખાવા પડતા ઠેબા માંથી મુક્તિ મળશે .
Also Read
- Shefali Verma પાસે નંબર વન બનવાની તક છે, તેને છેલ્લી T20 મેચમાં ફક્ત આટલા રનની જરૂર છે
- Bangladesh ચૂંટણીમાં પાકિસ્તાન સક્રિય, આ પક્ષને જીતવામાં મદદ કરવા માટે સ્ક્રિપ્ટ લખી રહ્યું છે
- Kangna ranaut: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા જોઈને કંગના રનૌત ગુસ્સે થઈ ગઈ, તેણે પોતાનો વાંધો વ્યક્ત કર્યો અને કહ્યું, “મારા ફોટામાં…”
- Cyclone: ચક્રવાત દેતાવા બાદ, શ્રીલંકાના કાર આયાતકારોએ સરકાર પાસે 3% દંડ માફ કરવાની માંગ કરી
- Pakistan હાથમાં કટોરો લઈને દાવોસમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે, રોકાણ અને આત્મવિશ્વાસ મેળવવા માટે




