આપના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે નવાગામ(દેડી) કરી અટકાયત છે. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIRને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ચૈતર વસાવા રાજપારડી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જતા હતા. જોકે રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે,અંકલેશ્વર GIDC બ્લાસ્ટની ઘટના બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટની ઘટના બાદ કંપનીએ પહોંચી વિરોધ કર્યો હતો .