Anand: આણંદના બાકરોલ વિસ્તારમાં આવેલા તળાવ પાસે આજે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
પૂર્વ કાઉન્સિલરની હત્યા – કારણ હજી અકબંધ
માહિતી મુજબ ઈકબાલ મલેક સવારે વોક માટે બાકરોલ તળાવ પર ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાઓને કારણે ઈકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસએ ગુનો નોંધીને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે.
કોંગ્રેસમાં શોકનો માહોલ
પૂર્વ કાઉન્સિલરની હત્યાની ખબર મળતા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવને કારણે શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને લોકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો
- Trump: ડેટા દર્શાવે છે કે ટ્રમ્પની પાર્ટીને અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે
- ameesha patel: શું અમીષાનું હાર્દિક પંડ્યા સાથે અફેર છે? અભિનેત્રીએ અફવાઓનો જવાબ આપ્યો; અહીં તેમના નામ શા માટે જોડવામાં આવ્યા હતા તે અહીં છે
- Pakistan: પાકિસ્તાનમાં ફક્ત 2% મહિલાઓ પાસે જમીન છે; ભારત અને બાકીના વિશ્વમાં શું પરિસ્થિતિ છે?
- RSS: હિન્દુત્વના દ્રષ્ટિકોણથી, વ્યક્તિની ‘કર્મભૂમિ’ (કર્મભૂમિ) એ સ્થાન છે જેના પ્રત્યે વફાદારી રાખવી જોઈએ… RSS વડા મોહન ભાગવત લંડનમાં બોલે છે
- Ahmedabad: લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી




