Anand: આણંદના બાકરોલ વિસ્તારમાં આવેલા તળાવ પાસે આજે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
પૂર્વ કાઉન્સિલરની હત્યા – કારણ હજી અકબંધ
માહિતી મુજબ ઈકબાલ મલેક સવારે વોક માટે બાકરોલ તળાવ પર ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાઓને કારણે ઈકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસએ ગુનો નોંધીને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે.
કોંગ્રેસમાં શોકનો માહોલ
પૂર્વ કાઉન્સિલરની હત્યાની ખબર મળતા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવને કારણે શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને લોકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો
- K L Rahul: કેએલ રાહુલ મેદાનની વચ્ચે અમ્પાયર બન્યો! ખેલાડીઓ પેવેલિયન પાછા ફરવા લાગ્યા
- Paul biya: શું તેઓ ૯૯ વર્ષ સુધી સરકાર ચલાવશે? ૯૨ વર્ષીય નેતા ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે
- Amc: રોડ ગંદો કરવા બદલ ડમ્પરનો પીછો, RKC ઇન્ફ્રાએ સિંધુ ભવન રોડ પર ₹5 લાખનો દંડ ફટકાર્યો
- Zubeen garg: ‘તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે’, મુખ્યમંત્રી હિમંતા શર્માએ કહ્યું કે સિંગાપોર પોલીસનો સંપૂર્ણ સહયોગ
- શું virat Kohli એ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે? એક નિર્ણયથી “કિંગ” ના ચાહકોની ચિંતા વધી