love affair: ટંકારા લતીપર ચોકડીએ જૂની અદાવતનો ખાર રાખી કાર વડે બાઈકને પાછળથી ઠોકર મારી હુમલો કરી વૃદ્ધને પછાડી દઈને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દઈને ઈજા પહોંચાડી આરોપીઓ પોતાની કાર લઈને નાસી ગયાની ફરિયાદ નોંધાઈ છે.
love affair: બે શખ્સો સામે નોંધાવાઈ પોલીસ ફરિયાદ
love affair: ટંકારાના ડેરી નાકા કન્યાશાળા પાછળ રહેતા રાણાભાઇ સંગ્રામભાઈ ટોળિયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધે આરોપી હકાભાઈ મશરૂભાઈ ઝાપડા (રહે ટંકારા) અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કૌટુંબિક ભાઈ નાગજીભાઈ ખેંગારભાઈનો દીકરા વિજયને આરોપી હકાભાઈની દીકરી સાથે પ્રેમસંબંધ હોવાના કારણે અગાઉ ફરિયાદીના ભાઈ નાગજીભાઈએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને રાણાભાઈ નાગજીભાઈના સમર્થનમાં હોવાનો ખાર રાખી આરોપીએ પોતાની કારમાં એક અજાણ્યા ઇસમ સાથે આવ્યો હતો.
જે આરોપીએ ફરિયાદીના બાઈકને લતીપર ચોકડી પાસે પાછળથી ઠોકર મારી જીવલેણ હુમલો કરી જમીન પર પાડી દઈને જાનથી મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દઈને રાણાભાઈને ઈજા કરી પોતાની કાર લઈને આરોપીઓ નાસી ગયા હતા. ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.