Amreli : નાગેશ્રી પોલીસે મોટા માણસ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર મોટી કાર્યવાહી કરી છે. ગામના સીમ વિસ્તારમાં મોટા પાયે ચાલી રહેલા દેશી દારૂના ધિકધિકતા ધંધા પર પોલીસે સપાટો બોલાવ્યો છે.

પોલીસે દેશી દારૂની આ ફેક્ટરી પર પાડેલી રેઈડ દરમિયાન 91 લિટર દેશી દારૂનો આથો એટલે કે વોશ અને અન્ય દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી છે.
પોલીસે આ દરોડામાં 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આરોપી મહેશ બારૈયા ફરાર છે. આ અંગે હાલ તો પોલીસે તપાસની ધમધમાટી બોલાવી છે અને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન મુજબ ગુનો દાખલ કર્યો છે.

Amreli પોલીસે બાતમીના આધારે કરેલી આ કાર્યવાહીના કારણે દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોમાં સન્નાટો છવાઈ ગયો છે. આટલા મોટા પાયે ચાલતી દેશી દારૂની ફેક્ટરી ઝડપાતા પોલીસની કામગીરીની પણ પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો..
- CM Bhupendra Patelએ મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના અંગે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા
- Gujarat: રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોની સલામતી ધ્યાને લઇને ત્વરિત કામગીરી હાથ ધરાઈ
- રાજીનામું ગોપાલ ઇટાલિયાએ નહીં પરંતુ ભાજપે આપવું જોઈએ: Isudan Gadhvi
- Gujarat: મેઘરજ તાલુકામાં બે વર્ષ પહેલા બનેલો રસ્તો જર્જરિત, ઠેર ઠેર પડ્યા મોટા ખાડા
- Gujaratના શિક્ષણ મોડેલનું સત્ય આવ્યું બહાર, 8 વર્ષમાં બંધ થઇ 500 થી વધુ સરકારી શાળાઓ