Amreli News: અમરેલી જિલ્લાના બગસરા ખાતે ST બસ સ્ટેન્ડ નજીક એક યુવકની લાશ મળતાં સમગ્ર પંથકમાં અફરાતફરી મોહાલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને કબજે લઈ આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતીનુસાર, મૃતક યુવની ઓળખ ધાીરુ ખીમસુરિયા (વર્ષ 30) તરીકે કરવામાં આવી છે.ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને બગસરા સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યો હતો.
પ્રથમિક તપાસ, મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. વધુ તપાસ માટે મૃતદેહને ભાવનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો છે.પોલીસે આ મામલે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધીને યુવકની મોત પાછળ હત્યા અથવા તો અકસ્માત કે અન્ય કોઈ કારણ હોવા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા શરૂ કર્યુ છે. જો કે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ દ મોતનું સાચુ કારણ બહાર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિવસે-દિવસે હત્યા અને આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સરકાર અને પોલીસે ગુનોખોરીને ડામવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
આ પણ વાંચો
- Vejalpur માં ઘરકામ કરતી મહિલા કિંમતી વસ્તુઓ શોધવા ઘરે પરત ફરી, કુલ ₹4 લાખની રોકડ ચોરી
- તેજસ્વી યાદવને RJD વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા; બેઠકમાં તેમની હારના કારણો જાહેર કરવામાં આવ્યા
- India અમેરિકાથી ૨.૨ મિલિયન ટન LPG આયાત કરશે; બંને દેશો વચ્ચે એક વર્ષનો કરાર થયો
- Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંજા નેટવર્કનો પર્દાફાશ કર્યો, ઓડિશાના મુખ્ય સપ્લાયરની ધરપકડ
- Bollywood Update: ફરહાન અખ્તરની ‘120 બહાદુર’ ઇતિહાસ રચશે, દેશના ડિફેન્સ થિયેટર નેટવર્કમાં રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ બનશે.





