Air India Flight Cancelled: એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી છે. આ એ જ રૂટ છે જેના પર AI-171 ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 અમદાવાદથી બપોરે 1.10 વાગ્યે ઉપડવાની હતી. લંડનમાં તેનો આગમન સમય સાંજે 6.25 વાગ્યે જણાવવામાં આવ્યો હતો.
12 જૂનને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના આસું હજુ સુકાયા નથી ત્યાં અમદાવાદમાં વધુ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એર ઈન્ડિયા ફ્લાઈટ નંબર AI -159 જે બોઈંગ 788ની હતી અને બપોરે 1.10 કલાકે અમદાવાદથી લંડન જવા માટે ટેકઓફ થવાની હતી. તે દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ફ્લાઈટ ટેક ઓફના માત્ર થોડાક જ કલાકોમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. સદનસીબેે, સમયસર આ ખામી પર ધ્યાન આવતાં વધુ એક મોટી દૂર્ઘટના થતાં ટળી છે. સાથે જ નિર્દોષ મુસાફરોનો જીવ પણ બચી ગયો છે. જો કે, આ ફ્લાઈટ રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લંડન જવા નીકળેલા કેટલાય યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા.
આ પણ વાંચો
- Babil khan: નિશંચી’ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહેલી ઐશ્વર્યાએ બાબિલ ખાનનું સ્થાન લીધું છે? ફિલ્મના દિગ્દર્શકે આ નિવેદન આપ્યું
- Asia cup: છેલ્લા 21 વર્ષમાં એશિયા કપમાં જે નથી થયું, તે આ વખતે થશે, ચાહકો તેને ખૂબ યાદ કરશે
- Paris જતું વિમાન પક્ષી સાથે અથડાયું, આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાન પામ્યો; ઇમરજન્સી લેન્ડિંગથી જીવ બચી ગયા
- Dream girl: હાઇકોર્ટે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ વિરુદ્ધની અરજી ફગાવી દીધી, આ મામલો કોપીરાઇટ સાથે સંબંધિત
- Trump: અન્યાયી, અન્યાયી અને બિનજરૂરી નિર્ણય… ટ્રમ્પના ૫૦% ટેરિફ પર ભારતનો પ્રતિભાવ