Ahmedabad: 24 નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી બોપલ રેલવે ફાટક બંધ રહેશે, પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના ગોરાઘુમા-આંબલી રોડ સ્ટેશનો વચ્ચે આવેલ છે રેલ્વે ક્રોસિંગ, બોપલ રેલવે ફાટકનું તાત્કાલિક સમારકામ ડાથ ધરવાને લઈને ક્રોસિંગ બંધ રહેશે. 24 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યા થી 1 ડિસેમ્બર ના રોજ 20:00 વાગ્યા સુધી ટ્રાફિક માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 16 A અને SP રિંગ રોડ ડાઇવે પરથી મુસાફરી કરી શકશે

મળતી માહતિ અનુસાર પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનના ગોરાઘુમા-આંબલી રોડ સ્ટેશનો વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ નંબર 15 કિમી 516/4-6 (બોપલ રેલ્વે ફાટક) તાત્કાલિક સમારકામ માટે 24 નવેમ્બર 2024 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 01 ડિસેમ્બર 2024 ના રોજ 20:00 વાગ્યા સુધી ટ્રાફિક માટે બંધ રહેશે. રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 16 A અને SP રિંગ રોડ (હાઈવે) પરથી મુસાફરી કરી શકે છે.