Ahmedabad : ગુજરાતમાં SGST વિભાગ એક્શનમાં આવ્યો છે. તમાકુ અને વાસણના 13 વેપારીઓ પર 83 સ્થળો પર દરોડા પાડ્યાં છે. આ દરોડામાં બિલ વિનાના વેચાણના દસ્તાવેજો મળ્યા મળ્યા છે. મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે. તમાકુ અને વાસણના 13 વેપારીઓ સામે કાર્યવાહીગુજરાતમાં SGST વિભાગે તમાકુ અને વાસણનું વેચાણ કરતા વેપારીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કર ચોરી અટકાવવા માટે SGST વિભાગ એક્શનમાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં વાસણ વેચાણ સાથે સંકળાયેલા 13 સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તમાકુ-વાસણના વેપારી પેઢી દ્વારા બિલ વિના માલના ખરીદ વેચાણ થકી કર ચોરીની મોડસ ઓપરેન્ડી શોધી કાઢવામાં આવી છે.
70 સ્થળોએ SGSTના દરોડામળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં કર ચોરી કરતી પેઢી સામે સ્ટેટ GST વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. SGST વિભાગ દ્વારા તમાકુ અને વાસણનું વેચાણ કરતા વેપારીઓ સામે તપાસ હાથ ધરી છે. કર ચોરી અટકાવવા માટે SGST વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં વાસણ વેચાણ સાથે સંકળાયેલા 13 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. તો બીજી તરફ વિજાપુર, ઊંઝા અને ઉનાવા ખાતે તમાકુના વેપારીઓના 70 સ્થળોએ પણ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
તમાકુ-વાસણના 13 વેપારીઓને ત્યા દરોડા દરમિયાન બિલ વિના માલના ખરીદ-વેચાણ થકી કર ચોરીની મોડસ ઓપરેન્ડીને SGST વિભાગે શોધી કાઢી છે. હજુ પણ તમાકુ-વાસણની પેઢીઓને ત્યા SGST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શક્યતાઓ લાગી રહી છે.
આ પણ વાંચો..
- ભાજપ સરકાર માજી સૈનિકો સાથે અન્યાય કરી રહી છે: Praveen Ram AAP
- Ahmedabad સાયબર ક્રાઈમે ‘ઠક્કર ગેંગ’ પર પકડ મજબૂત કરી, પહેલીવાર GUJSITOK હેઠળ કરી કાર્યવાહી
- Ahmedabadમાં 10મા ધોરણના વિદ્યાર્થી પર છરીથી હુમલો, શાળાના 7 વિદ્યાર્થીઓએ મળીને ગઢયું હતું કાવતરું
- Gujarat: પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલરની હત્યા, ઘટના સમયે ગોયા તળાવ કિનારે ફરતા હતા
- Surat: તિજોરી તોડીને 32 કરોડના હીરાની ચોરીના કેસમાં મોટો ખુલાસો, કંપની માલિક અને તેના પુત્રની ધરપકડ