ગરમીમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે ચે ત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની એક બિલ્ડીંગમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની 5 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ છે. બિલ્ડીંગમાંથી અત્યાર સુધીમાં 64 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે.

ફાયર બ્રિગેડની ટીમે 25 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યું

મળતી માહિતી અનુસાર અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર શેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા કોમર્સ હાઉસમાં નવમા માળે આગ લાગવાની ઘટના બની છે. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બનતા લોકો દોડધામ મચી છે.

બિલ્ડિંગના 9થી 11મા માળે ઈલેક્ટ્રિક ડગમાં આગ લાગી હતી. જેથી હાઈડ્રોલિક ક્રેનની મદદ લેવામાં આવી હતી. આગને પગલે લોકો ભાગીને ધાબા પર જતાં રહ્યા હતા. જ્યાંથી ફાયર બ્રિગેડની ટીમે 64 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એસીમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.