Karan Barot News: આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા Karan Barot ઝઘડિયા જીઆઇડીસી મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે 23 તારીખના રોજ બ્લાસ્ટ થયો હતો અને તેમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં બે લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી એક વ્યક્તિ 27 વર્ષનો યુવાન છે અને એના નાના બાળકો પણ છે. ઘાયલોમાં અનેક લોકોનું શરીર 80%થી વધુ દાઝી ગયું છે અને આ લોકોની સારવાર માટે કંપનીએ કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને કોઈ યોગ્ય વળતર પણ ચુકવ્યું નથી. આ સમગ્ર ઘટનામાં કંપનીએ અને પ્રશાસને આગળ આવવાની જરૂર હતી પરંતુ પરિવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને રજૂઆત કરી. ત્યારબાદ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પોતાની સમગ્ર ટીમ સાથે પરિવારને લઈને એ કંપનીને ત્યાં પહોંચ્યા હતા વારંવાર રજૂઆત કરી અને કોશિશ કરી કે આ મુદ્દે નિરાકરણ આવે પરંતુ કંપનીમાંથી કોઈ આવ્યું નહીં.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા Karan Barotએ ટે જણાવ્યું હતું કે, ત્યારબાદ જે બે લોકો મૃત્યુ પામ્યા છે કંપનીએ એ બંનેની કિંમત 15,00,000 આંકી. આવી ઘટના બાદ અનેક દિવસો સુધી પરિવારે ન્યાય માટે ભટકવું પડે. એ ગુજરાતની જનતા માટે દુઃખદ બાબત છે. પ્રશાસને હસ્તક્ષેપ કરવાની જરૂર હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર હતી. અગાઉ પણ અનેક કંપનીઓમાં આવી ઘટનાઓ ઘટી છે તો સવાલ એ પેદા થાય છે કે આવી કંપનીઓને છાવરે છે કોણ? હજુ સુધી લોકોને ન્યાય નથી મળી રહ્યો અને જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા પરિવારોને સાથે રાખીને ન્યાય માટે જાય છે ત્યારે પોલીસ પરિવારના સભ્યોને ભગાડી દે છે. મારી સ્પષ્ટ માંગણી છે કે તમામ 16 લોકોના પરિવારોને તાત્કાલિક ધોરણે ન્યાય મળવો જોઈએ.




