નગરપાલિકા ચૂંટણીમાં હવે થોડાક દિવસનો જો સમય બચ્યો છે અને આ મહત્વપૂર્ણ સમયમાં આમ આદમી પાર્ટી એ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. વડોદરાની કરજણ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, ચાલુ કોર્પોરેટરો, માજી ચેરમેન પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ ઘટનાની સાથે જ વડોદરાની કરજણ નગર પાલિકામાં ભાજપમાં મોટુ ભંગાણ સર્જાયું. આમ આદમી પાર્ટી કરજણ નગરપાલિકાની તમામ 28 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે અને આ વખતે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી એકલા હાથે ભાજપને હરાવી દેશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી Gopal Italia ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડુક તથા નગરપાલિકા પ્રમુખ હેમલ પઢની ઉપસ્થિતિમાં આજે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કરજણ નગર પાલિકાની ચૂંટણીમાં તમામ 28 બેઠકો પર ઉમેદવારી નોંધાવીને આમ આદમી પાર્ટી ભવ્ય વિજય નોંધાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.