Suratમાં વધુ એક ભયાવહ આગની ઘટના બની છે. આ વખતે સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં બે કંપનીમાં આગ લાગી છે. જેમાં પ્લાસ્ટિક અને કાપડની કંપની આગની લપેટમાં આવ્યાની માહિતી મળી રહી છે. જેમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ ખાખ થઈ ગયાની વિગતો પણ મળી રહી છે.
Suratમાં સચિવ હોજીવાલા વિસ્તારમાં પહેલા કાપડની કંપનીમાં આગ લાગી અને બાદમાં તે આગ પ્રસરી અને પ્લાસ્ટિકની કંપનીને પણ લપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર જવા રવાના થઈ ગઈ છે.
Surat ડીજીવીસીએલના મીટરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગ્યાની માહિતી મળી રહી છે. મીટરમાં શોર્ટ સર્કિટ થઈ અને બાદમાં આગ લાગી અને આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યાની માહિતી મળી રહી છે. હોળીના કારણે રજા હોવાથી કંપનીમાં કોઈ હાજર નહોતુ, તે વખતે આગ લાગી છે, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
અગાઉ થોડા વખત પહેલા જ Suratના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતુ અને એક વ્યક્તિનું મોત પણ થયુ હતુ. આ આગ સતત 42 કલાક સુધી ચાલી હતી અને આગને કાબુમાં લેવામાં તંત્રને ફાંફા પડી ગયા હતા. ત્યારે આ આગમાં સંકટમાં મુકાયેલા વેપારીઓ હજુ એ દિવસને ભૂલી શક્યા નથી, ત્યાં વધુ 2 કંપનીમા આગની ઘટના સામે આવી છે.઼
આ પણ વાંચો..
- શરૂઆતમાં પોતાનું કૌશલ્ય બતાવ્યા પછી Shardul Thakur એ પોતાનો ગુમાવ્યો ગુસ્સો
- Rishabh Pant નાક કાપવા માટે તૈયાર છે, 9 વર્ષ પછી IPLમાં આ કર્યું
- જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે અભિનેતા Vibhu Raghav
- Pahalgam Terror Attack : અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Elvish Yadav પર મુશ્કેલીના વાદળો છવાયા, NCW ઓફિસમાં માફી માંગી