Isudan Gadhvi News: હાલોલ ખાતે રામચંદ્ર બારીયા અને ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હજારો દિવડાની માતાજીની આરતી કરી જલ્દી ચૈતરભાઈ છૂટે એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા પ્રવિણ રાઠવા અભિનેત્રી મમતા સોની સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ચૈતરભાઈ માટે માતાજીની આરાધના કરી હતી. આ દરમિયાન પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું હતું કે પાવાગઢવાળી માઁ ના ચરણોમાં અને ચૈતરભાઇના સમર્થનમાં રામચંદ્રભાઈએ ગરબાનું અને 21000 દિવડાની આરતીનું સુંદર આયોજન કર્યું છે. 2027માં જો તમે ખોબલેને ખોબલે મત આપશો અને અમે સત્તામાં આવ્યા તો એસ.સી. એસ.ટી. ઓબીસી પર અત્યાચાર કરનાર તમામ લોકોની વ્યાજ સાથે વસૂલાત કરવામાં આવશે. ચૈતરભાઈને જેલના સળિયા પાછળ મોકલનાર એકે એક વ્યક્તિનું લિસ્ટ બનાવી રાખ્યું છે. SC,ST,OBC સમાજનો વિકાસ જ નથી થયો. એસ.સી. એસ.ટી. ઓબીસીની જમીન આ લોકોએ કબજે કરી લીધી છે. અધિકારીઓ રાત્રે 2:00 વાગે આવીને આપણી જમીનો ખાલી કરાવે છે શું આ વ્યાજબી છે? શું પરિસ્થિતિને બદલવી છે કે નહીં? દુનિયામાં પાણીમાં ચાલતી ગાડીઓ બને છે હવામાં ઊડતી ગાડીઓ બની રહી છે લોકો ચાંદ પર પહોંચી રહ્યા છે અને આપણી પાસે સારા રોડ પણ નથી સારી શાળાના ઠેકાણા નથી. બહારની દુનિયામાં જે દેશોમાં મહાસત્તા બન્યા છે ત્યાં ફ્રીમાં ટોપ ક્લાસ એજ્યુકેશન આપવામાં આવે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા Isudan Gadhviએ જણાવ્યું હતું કે આપણા ત્યાં મોટા મોટા નેતાઓના દીકરાઓ વિદેશોમાં જઈને ભણે છે અને આપણા એસ.સી. એસ.ટી. ઓબીસીના દીકરાઓ માટે છાપરાવાળી સ્કૂલ હોય છે. સરકારનું લાખો કરોડોનું બજેટ હોય છે પૈસાની કોઈ કમી નથી પરંતુ આ બજેટ અધિકારીઓ અને નેતાઓ પાસે જાય છે. સામાન્ય અને ગરીબ પરિવારના બાળકો સારી ઈંગ્લીશ મીડીયમની શાળાઓમાં ભણી શકે એ આ લોકો જોઈ નથી શકતા કારણ કે આ લોકો આપણને ફક્ત ગરીબ રાખવા માંગે છે. ચૈતર વસાવા સામાન્ય ગરીબ પરિવારના બાળકોને સારી શિક્ષણ વ્યવસ્થા અપાવવા માટે લડત લડતા હતા એટલા માટે એમને જેલમાં નાખવામાં આવ્યા કારણ કે ઉપર બેઠેલા લોકોએ વિચાર્યું કે આ ગરીબ બાળકો ભણી ગણીને આગળ વધશે તો એ લોકોએ ઘેર ભેગું થવું પડશે. દલિત આદિવાસી અને બીજા ગરીબ માણસને પણ જોઈને અધિકારી સલામ મારે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે. જેલથી અમે બીતા નથી ચૈતરભાઈને જેલમાં નાખ્યા છે હવે આઇબી વાળા મને કહે છે કે હવે મારો વારો છે તો હું એમને કહું છું કે જો કાલે આવતા હોય તો આજે મને લઈ જાઓ કારણકે અમે ડરતા નથી. ભગતસિંહ તો ફાંસીએ લટકી ગયા હતા. ભગતસિંહ સુખદેવ રાજગુરુ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ક્રાંતિકારીઓના અમે વંશજ છીએ. અંબાજીથી ઉમરગામ સુધી સાવરણો ફેરવીને એસ.સી એસ.ટી. ઓબીસીની સરકાર બને એવી આજે હું પ્રાર્થના કરું છું આપણે ધારાસભ્ય ચૈતરભાઈ માટે મહેનત કરવાની છે 24 તારીખથી આપણે ચૈતરભાઈના સમર્થનમાં ઉમરગામથી અંબાજી સુધી શરૂ કરી રહ્યા છીએ. છેલ્લે ઈસુદાનભાઈએ “જેલ કે તાલે ટુટેન્ગે ચૈતર વસાવા છુટેન્ગે” નારો લગાવી ચૈતરભાઈ વસાવા જલ્દી જેલમાંથી બહાર આવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.




