Vadodara: રવિવાર શહેરમાં નવા બનતા વિસ્તારોના મતદારોને જોડવા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન વધારે ભાર આપવા વડોદ્રાના ઇલેક્ટરોલ ઓબ્ઝર્વરે જણાવ્યું હતું. નવા વિસ્તારોમાં ખાસ ઝૂંબેશ યોજી મતદારોના નામો જોડાશે

Vadodara: શહેરની આસપાસમાં નવા બૈનતા વિસ્તારોમાં વસવાટ કરવા માટે આવતા લોકોના નામો પણ મતદાર યાદીમાં ઉમેરાય તે માટે ખાસ પ્રકારની ઝૂંબેશ યોજવા તેમજ મહાપાલિકાના જન્મ મરણ નોંધ, સ્કૂલના જનરલ રજીસ્ટરના આધારે યુવા મતદારોને શોધીને તેમના નામો મતદાર યાદીમાં દાખલ થાય તેવી તકેદારી રાખવા તેમણે ચૂંટણી અધિકારીઓને જણાવ્યું હતું. ઓનલાઈન મળેલી અરજીઓ, ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન બીએલઓને મળેલી અરજીઓ ઉપર ત્વરિત નિર્ણય લઈ નિકાલ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રજાના | દિવસોમાં યોજાયેલી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રને નવા મતદારો માટેના કુલ ૪૧૧૫૦ ફોર્મ મળ્યા હતા. ૨૦૨૪ના વર્ષની છેલ્લી ફાયનલ મતદાર યાદીની સાપેક્ષે ૨૩૪૨૩ મતદારોની વૃદ્ધિ થઈ છે. મહત્વની વાત એ છે કે, આ વખતે પુરુષોની સાપેક્ષે મહિલાઓની નોંધણીનું પ્રમાણ વધારે છે.

આ વખતે ૯૧૭૧ પુરુષની સામે ૧૪૨૪૪ મહિલાઓએ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધવા માટે અરજી કરી છે.