Amreli સ્ત્રી જન્મદરનો સતત ઘટાડો તેમજ દીકરીના વાલીની ઊંચી ડિમાંડના કારણે આજના યુવાનો । વિવા વિવાહથી વંચિત રહેતા લેભાગું તત્વો ૧ દ્વારા આવા યુવાનોને શિશામાં ઉતારવાની વધુ એક ઘટના લૂંટેરી દુલ્હન રૂપે અમરેલીમાં સામે આવી હતી.
Amreli: મેરેજ બ્યૂરો મારફતે સંપર્કમાં આવેલી ચીટર ગેંગે રૂપિયા અને મોબાઈલ ફોન લઈ લીધા પણ કન્યાને મોકલી નહીં
અમરેલીના એક વેપારી યુવાનના લગ્ન થતા ન હોવાના કારણે ભરૂચની માતા-પુત્રી તેમજ અન્ય ત્રણ શખ્સો સહિત પાંચની ચીટર ગેંગ સાથે લગ્નની લાલચમાં સપડાય ગયેલ હતો. જય અરવિંદભાઈ પરમાર (ઉ.વ.૨૬, રે. કંસારા બજાર અમરેલી) નામનાં વેપારી યુવાને અમરેલી | સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલું હતું કે સુનિલ પટેલ, જીતેન્દ્ર | પટેલ, કેશુ પટેલ, દીપિકા નામની યુવતી તેમજ તેમની માતા (રે.તમામ ભરૂચ) સહિત પાંચ શખ્સ અમરેલી ચાંદની ચોકમાં આવેલ હસનેન મેરેજ બ્યુરો મારફત લગ્ન માટે સંપર્કમાં આવેલ હતા. આ પાંચેય શખ્સોએ દીપિકા નામની કન્યા બતાવી યુવાનને પસંદ પડતા લગ્ન કરવાની હા પાડી હતી.
યુવતી સાથે લગ્ન કરવા રૂા.૪.૫૧ લાખ અને એક મોબાઈલની માંગણી કરવામાં આવેલ હતી. વેપારી યુવાને રૂા. ૪૫૧૪૦૦ રોકડા અને રૂા. ૩૦૦૦નો મોબાઈલ આપેલ હતો. દીપિકા નામની યુવતી સાથે લગ્ન કરી પોતાની સાથે ઘરે મોકલવાનુ નક્કી થયેલ હતું.પરંતુ યુવતી યુવાનના ઘરે આવેલ ન હતી. .તેથી તેથી યુવાન ચીટર ગેંગ સાથે છેતરાયો હોવાનું માલુમ પડતા પાંચેય શખ્સો સામે અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી