Savarkundla તાલુકાના થોરડી ગામે થોડાદિવસ પહેલા ગરફોડ ચોરીની ઘટના બની હતી. જેમાં સોના ચાંદીના, દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. આ બાબતની સા. કુંડલા રૂરલમાં ફરીયાદ થતાં અમરેલી એલસીબી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર ૩ શખ્સોને ઝડપી લીધા છે.

સોના-ચાંદીના દાગીના, મોબાઈલ, બાઈક મળી રૂા. ૨.૮૮ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

Savarkundla તાલુકાના થોરડી ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા જયસુખભાઈ કાળાભાઈ બરવાડીયાનાં મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તિજારી ખોલી સોના ચાંદીના, દાગીના અને રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી. જેથી પોલીસ પેટ્રોલીંગ દરમિયાન એલસીબીએ ત્રણ શંકાસ્પદ ઈસમોને ઝડપી પૂછપરછ કરતા ત્રણ ઈસમોએ થોરડી ગામે થયેલી

ઘરફોડ ચોરી સહિત દ ી સહિત છ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીકરનાર અરજીયા રીમલીયા ભુરીયા, સનીલ સોબત ભુરીયા અને રાજુ તેરસીંહ ભુરીયા મૂળ ગામ મહુડી મધ્યપ્રદેશ હાલ. નવી આંબરડીવાળા પાસેથી સોના ચાંદીના, દાગીના, એનુઈડફોનઅને મોટરસાયકલ મળી કુલ રૂા.૨.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.