સંજય લીલા ભણસાલીની ઓટીટી ડેબ્યુ વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ આ દિવસોમાં ચર્ચામાં છે.. 1મેના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી આ સિરીઝ દર્શકોને પસંદ આવી રહી છે.આ સિરીઝમાં સોનાક્ષી સિન્હાએ ડબલ રોલ પ્લે કર્યો છે. ફરીદાન-રેહાના બનીને સોનાક્ષીએ દર્શકોનું દિલ જીતી લીધું છે. તો બીજી તરફ રેખાને પણ સોનાક્ષીનો ડબલ રોલ ખૂબ ગમ્યો.તે પોતાની જાતને તેના વખાણ કરવાથી રોકી શકી નહી.

તમને જણાવી દઈએ કે 1 મેના રોજ સ્ટ્રીમ થતા પહેલા, સંજય લીલા ભણસાલીએ 24 એપ્રિલે મુંબઈમાં ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’નું ભવ્ય સ્ક્રીનિંગ કર્યું હતું. સ્ક્રીનિંગમાં રેખા સહિત બોલિવૂડના દિગ્ગજ એક્ટ્રેસ અને એક્ટરનો જમાવડો જોવા મળ્યો હતો. આ બધાની વચ્ચે રેખા સૌથી વધારે ઈમ્પ્રેસ સોનાક્ષી સિન્હાથી થઈ હતી. રેખાને સોનાક્ષીનો રોલ બહુ ગમ્યો હતો. હીરામંડી સિરીઝ જોયા બાદ રેખાએ સોનાક્ષીને પોતાની દીકરી કહીને સંબોધી હતી. હવે સોનાક્ષીએ તેના પ્રેમ અને લાગણી પર પોતાની પ્રતિક્રિયા આપી છે.પંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં સોનાક્ષી સિન્હાએ કહ્યું હતું કે, જો હું તેના વિશે વિચારું તો પણ મને આશ્ચર્ય થાય છે. તે ખરેખર ખૂબ જ ઉત્સાહિત હતી.તેમને મારી માતાને કહ્યું હતું કે તે મારી બીજી માતા છે અને હું તેમની દીકરી છું.સોનાક્ષીના જણાવ્યા પ્રમાણે, રેખા તેને પોતાની માતા કરતા પણ વધારે પ્રેમ કરે છે.

તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘ્ન સિન્હાએ રેખા સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.આ સાથે રેખાના શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સાથે સારા સંબંધો છે. પરંતુ ‘ખૂન ભરી માંગ’ના શૂટિંગ દરમિયાન રેખા અને શત્રુઘ્ન વચ્ચે અણબનાવ થયો હતો.આ વિશે ખુદ શત્રુધ્ન સિન્હાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

ઝૂમના રિપોર્ટ અનુસાર, શત્રુઘ્ને કહ્યું હતું કે- અમારી વચ્ચે કેટલીક બાબત પર મતભેદ હતો.તે પછી, અમે 20 વર્ષથી વધુ સમય સુધી એકબીજા સાથે વાત કરી ન હતી. તેમને પોતાની પત્ની પૂનમને પેચઅપ કરાવવાનું ક્રેડિટ આપતા કહ્યું હતું કે, રેખા અને તે ગાઢ મિત્રો હતા અને તેથી રેખા સાથેની મારી કહેવાતી કોલ્ડ વોર રેખા સાથેની મારી મિત્રતામાં સમસ્યા ઊભી કરી રહી હતી.