રાજ્યમાં વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી પર નજર કરીએ તો આગામી 24 કલાકમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. મહત્વનું છે કે, 31 મે સુધીમાં કેરળમાં ચોમાસાનું વિધિવત્ રીતે આગમન થશે. આ સાથે ગુજરાતમાં ચોમાસાની ઋતુ 15 જૂનથી શરૂ થશે.આજે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાશે તો અમદાવાદનું તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચશે. આ સાથે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
અગાઉ હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચવાની અપેક્ષા રાખી હતી જે સામાન્ય તારીખથી 3 દિવસ પહેલા છે. દર વર્ષે ચોમાસું 22 મે સુધીમાં આંદામાન અને નિકોબારમાં આવે છે. આંદામાન અને નિકોબારથી આગળ વધીને ચોમાસું કેરળ પહોંચે છે. ચોમાસાના આગમનની સામાન્ય તારીખ વિશે વાત કરીએ તો તે 10મી જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચે છે. ત્યારબાદ આગળ વધીને 15 જૂને તે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર પહોંચે છે. જ્યારે, 20 જૂને, તે ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશમાં ત્રાટકશે. જો કે હવામાન વિભાગે હજુ સુધી આ રાજ્યોમાં ચોમાસાના આગમનની કોઈ તારીખ આપી નથી. હવામાન વિભાગ ચોમાસાની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે.