સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડા આજે 35 વર્ષનો થયો. વિજય સાઉથ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે, પરંતુ તે બોલિવૂડમાં સફળ થઈ શક્યો નથી. અભિનેતાએ ફિલ્મ ‘લાઇગર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મની રિલીઝ પહેલા વિજયને શાહરૂખ ખાનનો એક જૂનો ઈન્ટરવ્યુ યાદ આવ્યો, જેમાં કિંગ ખાને કહ્યું હતું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો છેલ્લો સુપરસ્ટાર હશે..આ ઈન્ટરવ્યુ સાંભળીને વિજયે કહ્યું હતું – શાહરૂખ, તું ખોટો છે, તું છેલ્લો નથી, હું આવું છું. પરંતુ જ્યારે ‘લાઇગર’ ફ્લોપ થઈ ત્યારે વિજયની આ કોમેન્ટ માટે મજાક ઉડાવવામાં આવી હતી. વિજય દેવેરાકોંડા ‘અર્જુન રેડ્ડી’, ‘મહાનતી’, ‘ગીતા ગોવિંદમ’ અને ‘ટેક્સીવાલા’ જેવી ઘણી સાઉથની ફિલ્મોમાં જોવા મળ્યો છે. ફિલ્મ ‘પેલ્લી ચુપુલુ’ને સર્વશ્રેષ્ઠ તેલુગુ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ સિવાય 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’થી વિજયને ઘણું સ્ટારડમ મળ્યું હતું. સંઘર્ષના દિવસોમાં વિજય પાસે ભાડું ચૂકવવાના પૈસા પણ નહોતા, પરંતુ હવે 31 વર્ષની ઉંમરે તેણે ઘણી સંપતિ કમાઈ લીધી છે..

એક સમય એવો હતો કે વિજયના બેકમાં પૈસા ન હોવાથી તેનું બેંક અકાઉન્ટ સિલ કરી દેવામાં આવ્યું હતું..તેમજ હાલ વિજય રશ્મિકા મંદાના સાથે રિલેશનશિપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ બંનેમાંથી કોઈ વાતને લઈને મગનું નામ મરી નથી પાડી રહ્યા. તાજેતરમાં જ વિજયે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે લવ મેરેજ કરશે, પરંતુ તે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેના માતા-પિતા તેના પાર્ટનરને મંજૂરી આપશે..તમને જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના પહેલા વિજય દેવરાકોંડાનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. વિજયનું નામ સૌથી પહેલા બેલ્જિયમ મોડલ વર્જિન સાથે જોડવામાં આવ્યું હતું. વર્ષ 2018માં બંનેની કેટલીક ઈન્ટિમેટ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી, જેણે ધૂમ મચાવી હતી. વિજય દેવરાકોંડાએ GQને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે એક્ટર બન્યા બાદ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

રિપોર્ટ્સના અનુસાર, વિજય લાંબા સમયથી વર્જિન સાથે રિલેશનશિપમાં હતો. વિજયનું નામ બ્રાઝિલિયન મોડલ ઈસાબેલ લેઈટ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ઈસાબેલ સાથે વિજયની કેટલીક રોમેન્ટિક તસવીરો વાઇરલ થઈ હતી, જેના પછી તેમના અફેરના સમાચાર હેડલાઈન્સ બન્યા હતા. જોકે, વિજય દેવેરાકોંડાએ ઈસાબેલ સાથેના તેના સંબંધો અંગે ક્યારેય મૌન તોડ્યું ન હતું. વિજયે ‘મહાનતી’, ‘ગીતા ગોવિંદમ’, ‘ટેક્સી ડ્રાઈવર’ અર્જુન રેડ્ડી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. વિજયને 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’થી સ્ટારડમ મળ્યું હતું. વિજયે ફિલ્મ ‘લાઇગર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી,પરંતુ આ ફિલ્મ ખાસ કમાલ ન કરી શકી. જોકે ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ થયા હતા.