‘બાઝીગર’ અબ્બાસ-મસ્તાનના કરિયરની હિટ ફિલ્મોમાંથી એક છે.. કાજોલના કરિયરની આ શાનદાર ફિલ્મ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મની સાથે સંકળાયેલા લોકો નહોતા ઈછ્તા કે કાજોલ આ ફિલ્મમાં કામ કરે.તેઓ ફિલ્મના પ્રોડ્યુસર નહીં પરંતુ કમ્પોઝર હતા.મ્યુઝિક કમ્પોઝર જોડી નદીમ-શ્રવણ નહોતા ઈચ્છતા કે 1993ની આ રોમેન્ટિક થ્રિલરમાં કાજોલ લીડ હીરોઈન હોય. રેડિયો નશાની સાથે એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, તેઓ કાજોલને ફિલ્મમાંથી હટાવવા માટે અડગ હતા.મસ્તાને કહ્યું કે, નદીમ-શ્રવણને કાજોલ અને તેની માતા તનુજાની સાથે પર્સનલ ઈશ્યુ હતું. તેમને મને કહ્યું કે, અમારે ફિલ્મની હિરોઈન બદલવી જોઈએ. અમે આવું કરવાની ના પાડી દીધી હતી કેમ કે અમે કાજોલને સાઈન કરીચૂક્યા હતા. તેથી અમે કાસ્ટિંગમાં ફેરફાર કરવાની વાત માની નહોતી. ફિલ્મ બનશે તો તેમાં હિરોઈન કાજોલ જ હશે. આ વાત પર તેમને કહ્યું કે, અમે ફિલ્મમાં કામ નહીં કરીએ.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ડના અનુસાર, વર્ષ 1992માં કાજોલની ડેબ્યુ ફિલ્મ બેખુદીની સક્સેસ પછી નદીમ-શ્રવણ કાજોલને પોતાની ટીમમાં સામેલ કરવા માગતા હતા. જો કે જ્યારે તેઓ કાજોલના ઘરે ગયા ત્યારે તેની માતા તનુજાના વર્તનથી ખૂબ દુઃખ થયું હતુ અને ત્યારથી તેમણે નક્કી કર્યું કે તેઓ કાજોલ સાથે ક્યારેય કામ નહીં કરે. તેના પછી જ્યારે નદીમ-શ્રવણે બાઝીગરમાંથી નીકળી ગયા હતા અને આ ફિલ્મ માટે અનુ મલિકને સાઈન કરવામાં આવ્યા હતા.અબ્બાસ મસ્તાને અનુ મલિકને ફિલ્મના સંગીતની જવાબદારી સોંપી હતી.અનુએ ‘બાઝીગર ઓ બાઝીગર’, ‘યે કાલી કાલી આંખે’, ‘એ મેરે હમસફર’ અને ‘કિતાબૈં બહુતી સી’ જેવા હિટ ગીતો કંપોઝ કર્યા હતા.