કાન્સ ફેસ્ટિવલ 2024 શરુ થઈ ચુક્યો છે. આ ફેસ્ટિવલમાં સામેલ થવા માટે દુનિયાભરના સેલિબ્રિટી સામેલ થઈ રહ્યા છે. ભારતમાં પણ અનેક મોટા સ્ટાર આ ફેસ્ટિવલ માટે પહોંચ્યા છે. જેમાં આ વખતે કેટલાક નવા સ્ટાર પણ જોવા મળી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટાર દીપ્તિ સાધવાનીએ કાન્સના પહેલા દિવસે રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળી હતી. આ ઈવેન્ટમાં તેણે ઓરેન્જ કલરનું ગાઉન પહેર્યું છે. તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.

કાન્સમાં દીપ્તિએ એવી એન્ટ્રી મારી કે દરેક લોકો જોતા રહી ગયા હતા. તેણે આ ઈવેન્ટ માટે ઓરેન્જ કલરનું ગાઉન પહેર્યું હતુ. આ સાથે તેણે લોન્ગ શ્રગ પણ કવર કર્યું હતુ. દીપ્તિના આ ગાઉનને ડિઝાઈન આંચલ ડે તૈયાર કરી છે. જેમાં તે સૌથી અલગ જોવા મળી રહી છે. આ સાથે તેણે કાનમાં ડાયમંડ ઈયરરિંગ્સ અને હાથમાં બ્રેસલેટ પહેર્યું છે. મેકઅપને થોડો ઓરેન્જ ટચ આપ્યો છે.

રેડ કાર્પેટ પર દીપ્તિ સાધવાનીએ અલગ અલગ પોઝ આપ્યા છે. જે ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે. આ સ્ટાર કોમેડી રિયાલિટી શો હાસ્ય સમ્રાટને પણ હોસ્ટ કરી ચુકી છે. તેણે આ વર્ષે આયોજિત થયેલા 77માં કાન્સ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે.તમને જણાવી દઈએ દીપ્તિ સાધવાની સિંગર, અભિનેત્રી અને ક્રિએટર પણ છે. આજે અભિનેત્રીનું સપનું સાકાર થયું છે.દીપ્તિએ ફોટો શેર કરી કેપ્શન લખ્યું સપને સચ હોતે હૈ.