1997ની બોર્ડરની સીક્વલ બોર્ડર-2ની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ફેન્સ તેને લઈએ ઉત્સાહિ છે અને હવે તેની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, સની દેઓલ અને આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ રાઈટિંગ સ્ટેજમાં છે અને ટીમ તેના માટે સ્ક્રિપ્ટ પણ ક્રેક કરી લીધી છે. પિંકવિલાના એક સૂત્રનો હવાલો આપતા લખ્યું, બોર્ડર 2 23 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ દ્વારા દેશની સેનાની બહાદુરીને સલામ કરવામાં આવશે. ફિલ્મ મેકર્સને લાગે છે કે આ ફિલ્મની રિલીઝ માટે ગણતંત્ર દિવસ સિવાયની બીજી કોઈ તારીખ સારી ન હોય શકે.
સૂત્રએ જણાવ્યું કે, બોર્ડર 2 લગભગ એક વર્ષથી રાઈટિંગ સ્ટેજમાં છે. ફિલ્મની કહાની પર કામ ચાલી રહ્યું છે. મેકર્સને એક એવી કહાની શોધ હતી જે દર્શકોની આશા પર ખરીદી ઉતરી શકે. આ ફિલ્મ ભારતની સૌથી મોટી વોર ફિલ્મ બનવા જઈ રહી છે. સની દેઓલ અને આયુષ્માન ખુરાના આ ફિલ્મને લઈને એક્સાઈટેડ છે. બંને એક્ટપ્સ પહેલી વખત એક સાથે કામ કરી રહ્યા છે. બોર્ડર 2ને ભુષણ કુમાર, જેપી દત્તા, અને નિધિ દત્તા મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ડાયરેક્શનની જવાબદારી અનુરાગ સિંહ સંભાળશે. વર્ષ 2026 બોર્ડર 2 માટે એક અન્ય કારણથી પણ ખાસ છે અને તે એ છે કે બોર્ડરને આ વર્ષે 29 વર્ષ પૂરા થશે. બોર્ડર ફિલ્મ 1997માં આવી હતી. આ ફિલ્મને જેપી દત્તાએ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ 1971ની ભારત-પાકિસ્તાનની વોર પર બેસ્ડ હતી.