સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન હાલમાં જ કપલની હલ્દી અને મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો ઝહીરની બહેન અને સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ સનમ રત્નસીના મિત્ર ઝહીર અલી મુનશીએ શેર કરી છે.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે. ફેન્સ તેમના લગ્ન સંબંધિત દરેક અપડેટ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. બંનેના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. સોનાક્ષીના હાથ પર તેના ભાવિ પતિ ઝહીરના નામની મહેંદી પણ લગાવવામાં આવી છે.તેમજ મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો ઝહીરની બહેન અને સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ સનમ રત્નસીના મિત્ર ઝહીર અલી મુનશીએ શેર કરી છે. કેટલીક તસવીરોમાં કપલના મિત્રો મહેંદી સેરેમનીનો આનંદ લેતા જોવા મળે છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ લગ્નમાં હાજરી આપવા માટે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહાના ભાઈ અને પરિવારના ઘણા સભ્યો અમેરિકાથી આવી રહ્યા છે. આ વાતનો ખુલાસો શત્રુઘ્નના મિત્ર શશિ રંજને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. તેમણે એ પણ માહિતી આપી હતી કે દંપતીના રજિસ્ટર્ડ લગ્ન ઝહીર ઈકબાલના ઘરે જ થશે. સમગ્ર પરિવાર માટે આ ખૂબ જ ખુશીની ક્ષણ છે.

તાજેતરમાં એવી અફવાઓ હતી કે અભિનેત્રીનો પરિવાર તેના લગ્નથી ખુશ નથી. આવી સ્થિતિમાં તે લગ્નમાં હાજરી નહીં આપે. આ અહેવાલો પર પૂર્ણવિરામ મુકતા શત્રુઘ્ન સિંહા તાજેતરમાં જ ઝહીરના ઘરે જોવા મળ્યા હતા.કપલ 23 જૂનના રોજ સવારે બંનેના રજિસ્ટર્ડ મેરેજ થશે અને તે જ દિવસે સાંજે મુંબઈના દાદરમાં બાસ્ટન રેસ્ટોરાંમાં રિસેપ્શન પાર્ટી હશે.23 જૂને યોજાનાર રિસેપ્શન માટે કપલે સલમાન ખાન, હની સિંહ, હીરામંડી કલાકારો, હુમા કુરેશી, સંજય લીલા ભણસાલી, ડેઝી શાહ, પૂનમ ધિલ્લોન અને અન્ય ઘણા સેલેબ્સને આમંત્રિત કર્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષીની આગામી ફિલ્મ ‘કાકુડા’ છે, જેનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ સુપરનેચરલ કોમેડી ફિલ્મમાં સોનાક્ષી ઉપરાંત રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ પણ જોવા મળશે. તેનું નિર્દેશન ‘મુંજ્યા’ ફેમ ડિરેક્ટર આદિત્ય સરપોદ્દારે કર્યું છે. તે ટૂંક સમયમાં OTT પર રિલીઝ થશે.